મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરા: સાવલીમાં મોહરમમાં શખ્સે લગાવ્યો ફિલિસ્તીનનો ઝંડો, પોલીસે એકની કરી અટકાયત

વડોદરાના સાવલીમાં મોહરમ તહેવાર દરમ્યાન લહોરી વગામાં ફિલિસ્તીની ઝંડો લગાવતા અનેક તર્ક વિતર્કો સર્જાય

વડોદરા: સાવલીમાં મોહરમમાં શખ્સે લગાવ્યો ફિલિસ્તીનનો ઝંડો, પોલીસે એકની કરી અટકાયત

વડોદરાના સાવલીમાં મોહરમ તહેવાર દરમ્યાન લહોરી વગામાં ફિલિસ્તીની ઝંડો લગાવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા. આ ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી. હાલમાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ભયાનક યુદ્ધ ચાલી રહ્યું છે, તેની અસર સમગ્ર વિશ્વ પર પડી રહી છે. 

સાવલી પોલીસે આ મામલામાં એક આરોપીની અટકાયત કરી

વડોદરાના  સાવલીમાં  ફિલિસ્તીજે મુસ્લિમ સમર્થક દેશ છે તેનો ઝંડો લગાવવામાં આવ્યો હતો. સાવલી પોલીસે આ મામલામાં એક આરોપીની અટકાયત કરી છે. પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે કે શામાટે આ ઝંડો લગાવવામાં આવ્યો, આ ઝંડો લગાવવાનો ઈરાદો શું હતો?

આ સમાચાર શેર કરો