VIDEO: કચ્છના આડેસરમાં સરકારી જમીન પર આવેલી સહારા હોટલને દબાણ હટાવીને નવું પોલીસ સ્ટેશન બનશે.
કચ્છના આડેસરમાં સરકારી જમ

કચ્છના આડેસરમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરીને બનાવવામાં આવેલી સહારા હોટલની જમીન પર હવે નવું પોલીસ સ્ટેશન બનશે.રાધનપુર-સામખિયારી હાઈવે પર વન વિભાગની કચેરી પાસે આવેલી આ જમીન હારુન અયુબ હિંગોરજા દ્વારા અતિક્રમણ કરીને કબજે કરવામાં આવી હતી. પોલીસે અગાઉ આ દબાણ હટાવીને આશરે ૧૦ હજાર ચોરસ મીટર જમીન સરકારી કબજામાં લીધી હતી. જિલ્લા કલેક્ટર અને સરકારને માંગણી કર્યા બાદ મંજૂરી મળતાં આજે પોલીસ ટીમે સ્થળની મુલાકાત લઈ નવા પોલીસ સ્ટેશનનું નિર્માણ કાર્ય શરૂ કર્યું છે. પોલીસ હાઉસિંગ બોર્ડ ટૂંક સમયમાં આધુનિક સુવિધાઓથી સજ્જ સ્ટેશનનું નિર્માણ કરશે. આ સ્ટેશનથી હાઈવે પેટ્રોલિંગ વધુ અસરકારક બનશે અને વિસ્તારમાં કાયદો-વ્યવસ્થા મજબૂત થશે..



