મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: બહુમાળી મકાન થયું ધરાશાયી, ફસાયેલા લોકોનું કરાયું રેસ્ક્યુ

અમદાવાદના કાલુપુરમાં ત્રણ માળનું મકાન અચાનક ધરાશાયી થયું હો

અમદાવાદ: બહુમાળી મકાન થયું ધરાશાયી, ફસાયેલા લોકોનું કરાયું રેસ્ક્યુ

અમદાવાદના કાલુપુરમાં ત્રણ માળનું મકાન અચાનક ધરાશાયી થયું હોવાની ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં કાટમાળમાં 20 લોકો ફસાયા હોવાનું સામે આવ્યું છે. જો કે, ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તમામ લોકોનો જીવ બચાવી લેવામાં આવ્યો છે.

મકાન ધરાશાયી થવાથી 20 લોકો ફયાસા

મળતી માહિતી પ્રમાણે, કાલુપુરની માતાવાળી પોળમાં આવેલું મકાન ધરાશાયી થવાથી 20 જેટલા લોકો તેમાં ફયાસા હતા. ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં ઘટના સ્થળે પહોંચીને કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

કાલુપુરની આ પોળમાં આવેલું મકાન જર્જરિત હાલતમાં હોવાથી અચાનક ધરાશાયી થયું હતું. જો કે, આ ઘટનામાં કોઈજ પ્રકારની જાનહાની થઈ ન હતી.

આ સમાચાર શેર કરો