મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત/ પાલિકાના ડમ્પરે મોપેડ ચાલક મહિલાને અડફેટે લેતા મોત, ડ્રાઈવરના બચાવની મુદ્રામાં દેખાયા SMCના અધિકારી

સુરતમાં માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પરો એક પછી એક લોકોને મોતના મુખમાં ધકેલી રહ્યાં છે. ત્યારે આજે પાલિકાના કચર

સુરત/ પાલિકાના ડમ્પરે મોપેડ ચાલક મહિલાને અડફેટે લેતા મોત, ડ્રાઈવરના બચાવની મુદ્રામાં દેખાયા SMCના અધિકારી

સુરતમાં માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પરો એક પછી એક લોકોને મોતના મુખમાં ધકેલી રહ્યાં છે. ત્યારે આજે પાલિકાના કચરાના ડમ્પરની અડફેટે એક મોપેડ ચાલક મહિલા આવી ગઈ હતી. જેથી મહિલાનું કચડાઈ જતાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. મહિલાના મોતને પગલે આસપાસથી લોકોના ટોળા એકઠાં થઈ જતાં ડમ્પર ચાલકને ઝડપી લઈને પોલીસ હવાલે કર્યો હતો. જો કે, લાજ શરમ નેવે મૂકીને પાલિકાના અધિકારીઓ ડ્રાઈવરને બચાવવા પોલીસ સ્ટેશન આવ્યાનું સામે આવ્યું હતું.

કતારગામ વિસ્તારમાં SMCના ડમ્પર ચાલક બેફામ બન્યા હોવાના દ્રશ્યો સામે આવ્યાં છે. મોપેડ સવાર મહિલાને કચડી નાખતાં 45 વર્ષીય દિવ્યાંગ મહિલા મનિષા નિકુંજ બારોટનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મહિલાના મોતને પગલે આસપાસથી લોકો દોડી આવ્યાં હતાં. લોકોએ ડમ્પર ચાલકને પકડી પોલીસ હવાલે કર્યો હતો. રોષે ભરાયેલા લોકોએ પોલીસની ગાડીનો ઘેરાવ કર્યો હતો. સાથે જ લોકોએ અવારનવાર અકસ્માત થતાં હોવાથી પોલીસની કામગીરી પર સવાલો ઉભા કર્યા હતાં. 

અકસ્માત બાદ લોકોએ ડ્રાઈવરને પોલીસ હવાલે કર્યો હોવાથી પોલીસે તેની અટકાયત કરી હતી. જો કે, ડમ્પર ચાલકને બચાવવા Smcના અધિકારી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં. કતારગામ ઝોનલ અધિકારી કામિની દોષી સહિતના અધિકારી બચાવની મુદ્રામાં જોવા મળ્યા હતાં. ઘટના સ્થળે આવવાના બદલે ડમ્પર ચાલકને બચાવવા પોલીસ મથક પહોંચેલા પાલિકાના અધિકારી કેમેરામાં કેદ થયા હતાં. જેથી લોકોએ કહ્યું કે, પાલિકા અધિકારીઓનો આત્મા મરી પરવાર્યો છે. મૃતકના પરિવાર પ્રત્યે કોઇ સવંદના નહીં ને અકસ્માત સર્જનારા પ્રત્યે સહાનુભૂતિ દાખતા અધિકારી જોવા મળ્યાં હતાં.

આ સમાચાર શેર કરો