મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

માછીમારી કરી રહેલા આધેડને મગરે નદીમાં ખેંચી લીધા, ઓરસંગ નદીમાંથી માંડ મળ્યો મૃતદેહ

યાત્રાધામ ચાંદોદ નજીકના ગામડી નજીક આવેલી ઓરસંગ નદીના કાંઠે માછીમારી માટે ગયેલા આ

માછીમારી કરી રહેલા આધેડને મગરે નદીમાં ખેંચી લીધા, ઓરસંગ નદીમાંથી માંડ મળ્યો મૃતદેહ

યાત્રાધામ ચાંદોદ નજીકના ગામડી નજીક આવેલી ઓરસંગ નદીના કાંઠે માછીમારી માટે ગયેલા આધેડને મગર ખેંચી જવાની ઘટના બની હતી. શોધખોળની લાંબી પ્રક્રિયા મૃતદેહ મળી આવતા પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોક્લી આપ્યો હતો. મૃતકની ઓળખ પારસિંગ વસાવા તરીકે કરવામાં આવી છે. ગામડી અને  તેની આસપાસના ક્ષેત્રોમાં ઓરસંગ કાંઠાના વિસ્તારોમાં માણસોને મગર નદીમાં ખેંચી જવાની આ પાંચમી ઘટના છે. આવી ઘટના વારંવાર બનતી હોવા છતાં ઓરસંગ નદીકાંઠા કિનારે માછીમારી તેમજ પશુ ચરાવવા જતા લોકો બેદરકારી દાખવતા મગરના હુમલાનો ભોગ બની રહ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ડેડિયાપાડા તાલુકાના માથાસર ગામના વતનીઅને હાલ શિનોર તાલુકાના સતીષાણા ગામમાં ખેડૂતને ત્યાં રહીને ખેતમજૂરી કરતાં પારસિંગભાઈ વસાવા (50) પોતાના ત્રણ મિત્રો સાથે ચાંદોદ નજીક આવેલ ગામડી ગામની સીમમાંથી પસાર થતી ઓરસંગ નદી કાંઠે માછીમારી કરવા ગયા હતા.

પારસિંગભાઈ નદી કાંઠે પાણીમાં પગ લંબાવીને માછલી પકડી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ખુંખાર મગર ધસી આવ્યો હતો. અને હુમલો કરી પારસિંગભાઈને ઊંડા પાણીમાં ખેંચી ગયો. મદદ માટે બૂમાબૂમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. આજે તેમનો મૃતદેહ મળ્યો છે. 

આ સમાચાર શેર કરો