Nadiadની વેદ હોસ્પિટલના ICU વોર્ડમાં લાગી ભીષણ આગ, તમામ દર્દીઓને સલામત સ્થળે ખસેડાયા
ખેડાના નડિયાદમાં પશ્ચિમ વિસ્તાર આવેલી વેદ હોસ્પિટલના ICU વોર્ડમાં અચાનક ભીષણ આગ લાગવાનો બન

ખેડાના નડિયાદમાં પશ્ચિમ વિસ્તાર આવેલી વેદ હોસ્પિટલના ICU વોર્ડમાં અચાનક ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે ફાટી નીકળી હોવાનું અનુમાન છે. આગને પગલે હોસ્પિટલમાં ધુમાડાના ગોટેગોટા ભરાઈ જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
કર્મચારીઓએ તાત્કાલિક કાચ તોડીને ધુમાડો બહાર કાઢ્યો હતો. સદનસીબે તમામ દર્દીઓને સમયસર સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે. કોઈ જાનહાનિના અહેવાલ નથી.


