VIDEO: ખેડા તાલુકાના ONGC પ્લાન્ટમાં અચાનક ભીષણ આગ ભભૂકતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ
ખેડા તાલુકાના મલારપુરાથી કાશીપુરા રોડ પર આવેલ
ખેડા તાલુકાના મલારપુરાથી કાશીપુરા રોડ પર આવેલા ONGC પ્લાન્ટમાં અચાનક ભીષણ આગ ભભૂકતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતા જ નવાગામ ફાયર સ્ટેશનની બે ફાયર ફાઈટર ગાડીઓ અને 112ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. સદનસીબે પ્લાન્ટના ઓઈલ ટેન્કરો ખાલી હોવાથી તેમજ બાજુમાં આવેલી કેમિકલ ફેક્ટરી આગની ઝપેટમાં આવતા બચી જતા મોટી દુર્ઘટના ટળી હતી. ફાયર બ્રિગેડની ટીમે સમયસર કાર્યવાહી કરતા વધુ હોનારત અટકાવવામાં સફળતા મેળવી હતી. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.




