રાજકોટના એટલાન્ટિસ ફ્લેટમાં લાગી ભીષણ આગ; 3 લોકોના મોત, 30થી વધુ લોકો ફસાયા
રાજકોટમાં હાઇરાઇઝ બિલ્ડિંગમાં આગ લાગતા 3 લોકોના મોત થયા છે. રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર આવેલા એટલાન્ટિસ

રાજકોટમાં હાઇરાઇઝ બિલ્ડિંગમાં આગ લાગતા 3 લોકોના મોત થયા છે. રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર આવેલા એટલાન્ટિસ ફ્લેટમાં આગ લાગી હતી જે બાદ આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે જ્યારે 30થી વધુ લોકો ફસાયા હતા તેમનું રેસક્યું કરવામાં આવ્યું છે.
રાજકોટમાં હાઇરાઇઝ બિલ્ડિંગમાં કેવી રીતે લાગી આગ?
રાજકોટમાં હાઇરાઇઝ બિલ્ડિંગમાં આગ લાગવાને લઇને રાજકોટના ACP બીજે ચૌધરીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. રાજકોટ પોલીસે જણાવ્યું કે કિશોરભાઇ ભાલાળા પરિવારની માલિકીના ફ્લેટમાં ફર્નિચરનું કામ ચાલતું હતું આ દરમિયાન આગ લાગી હતી. ફ્લેટ છઠ્ઠા માળે સી વિંગમાં આવેલો છે જ્યાં અચાનક આગ લાગી હતી. સવારે 9થી 10 વાગ્યાના અરસામાં આગ લાગતા ત્રણ લોકોના મોત થયા છે જ્યારે એક વ્યક્તિ સારવાર હેઠળ છે. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટસર્કિટ હોવાનું જાણવા મળ્યું છે. રેસક્યું ઓપરેશન પૂર્ણ થયું છે અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે.
આ ઈમારતમાં શહેરના બિલ્ડર્સ, ઉદ્યોગપતિઓ વસવાટ કરે છે
પ્રાથમિક માહિતી અનુસાર 150 ફૂટ રિંગ રોડ એ પોશ વિસ્તારમાં ગણાય છે. આ ઈમારતમાં શહેરના બિલ્ડર્સ, ઉદ્યોગપતિઓ વસવાટ કરે છે.






