મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: લોધીકાના સાંગણવાની કિચન વેર બનાવતી ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, સદનસનીબે જાનહાની ટળી

રાજકોટના લોધીકાના સાંગણવા નજીક આવેલ કિચન વેર બનાવતી શ્રીરાજ નામની ફેકટરીમાં આગનો બન

રાજકોટના લોધીકાના સાંગણવા નજીક આવેલ કિચન વેર બનાવતી શ્રીરાજ નામની ફેકટરીમાં આગનો બનાવ સામે આવ્યો હતો.જે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ફાયરની ટીમે મેજર કોલ જાહેર કરાયો હતો જેથી રાજકોટ, શાપર વેરાવળ, ગોંડલ સહિત આસપાસથી છ થી વધુ ફાયરની ટીમો બોલાવવામા આવી હતી પરંતુ મોડી રાત સુધી આગ પર કાબુ મેળવી શકાયો ન હતો.

આગના કારણે અંદરનો શેડ પણ ધરાશાયી થયો

આગના કારણે અંદરનો શેડ પણ ધરાશાયી થયો હતો. આગને બુઝાવવાની  કામગીરીમા ફાયરની ટીમને ભારે હાલાકી થઈ હતી, તો બીજી તરફ આગને બુઝાવવા માટે લોડરની મદદથી દિવાલ તોડી પાડવામા આવી હતી,પરંતુ અંદર પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ તેમજ કેમીકલ સહીતની સામગ્રી હોવાથી આસાનીથી આગ પર કાબુ મેળવી શકાયો ન હતો,વિકરાળ આગના કારણે આગની જ્વાઅળાઓ દુર દુર સુધી દેખાઈ હતી,આગને પગલે ફાયર પોલીસ મામલતદાર સહીતનુ તંત્ર ફેક્ટરી દોડી ગયુ હતુ

આ સમાચાર શેર કરો