અમદાવાદ: શાંતિ બિઝનેસ સ્કૂલમાં જુનિયર વિદ્યાર્થિનીના ભાઈએ કાર વડે સ્કૂલનો દરવાજો તોડ્યો, 12 લોકોને ઈજા
અમદાવાદના શેલાની શાંતિ બિઝનેસ સ્કૂલમાં શનિવારે રાત્રે ગણેશ સ્થાપના સમયે જુનિયર વિદ્યાર્થિનીને સા

અમદાવાદના શેલાની શાંતિ બિઝનેસ સ્કૂલમાં શનિવારે રાત્રે ગણેશ સ્થાપના સમયે જુનિયર વિદ્યાર્થિનીને સાથે હોસ્ટોલમાં રહેતા સિનિયરને તકરાર થઈ હતી. સમગ્ર બાબતની વિગતો એ છે કે બોપલમાં કદમ ફ્લેટમાં રહેતી પ્રાચી પટેલ શાંતિ બિઝનેસ સ્કૂલમાં પીજીના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે, શનિવારે બપોરના સમયે ગણપતિ સ્થાપનનો કાર્યક્રમ હોવાથી તે કોલેજના બીજા માળે તેના મિત્રો સાથે ઉભી હતી. આ સમયે કોલેજમાં અભ્યાસ કરતા યશ પાણેરીએ તેને નીચે ઉતરવા માટે કહ્યું હતું. બાદમાં તેને જુનિયર હોવાનું કહીને ત્યાંથી ચાલ્યા જવાનું કહ્યું હતું.
કાર થાંભલા સાથે અથડાઈ
પ્રાચીએ સમગ્ર બાબતે તેના પિતા ગૌતમભાઈ અને ભાઈ ધ્રુવીલને જાણ કરી હતી અને તમામ લોકે સ્કૂલ પર આવ્યા હતા. તેમણે લોકો સ્કૂલ પર આવ્યા હતા. તેમણે યશને બહાર આવવા માટે કહ્યું હતું. આ સમયે તેની સાથે અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓએ પ્રાચીના પિતા અને ભાઈને જતા રહેવાનું કહેતા પ્રાચીના ભાઈએ કારને પુરઝડપે હંકારીને સ્કૂલનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. તેમજ કાર થાંભલા સાથે અથડાઈ હતી.




