મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

AHMEDABAD : ટ્રેન નીચે પડતું મુકી રેલવેના જુનિયર એન્જિનિયરે કર્યો આપઘાત

Ahmedabad News : અમદાવાદમાં રેલવેમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા કર્મચારી એટ્રેન નીચે પડતું મુકી આપઘાત કરી

AHMEDABAD : ટ્રેન નીચે પડતું મુકી રેલવેના જુનિયર એન્જિનિયરે કર્યો આપઘાત

Ahmedabad News : અમદાવાદમાં રેલવેમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા કર્મચારી એટ્રેન નીચે પડતું મુકી આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી છે. 54 વર્ષના આધેડે શુક્રવારે સવારના 7 વાગ્યાના મણિનગર રેલવે ક્રોસિંગ નજીક જામનગર હમસફર ટ્રેન નીચે સુઈને મોતને વહાલું કર્યું હતું. આ મામલે મણિનગર પોલીસે તપાસ હાથ ધરી છે.

ક્રોસિંગમાંથી બહાર આવીને ટ્રેક તરફ સૂઈ ગયા 

મળતી માહિતી અનુસાર, મણિનગરમાં સીએનઆઈ ચર્ચની સામે આવેલી રાજશિલ્પ એપાર્ટમેન્ટમાં રહેતા અશ્વિન રાઠોડ (ઉ.54) રેલવેમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા. શુક્રવારે (ચોથી ઓક્ટોબર) તેમની રજા હોવાથી ઘરે જ હતા. શુક્રવારે સવારના 7 વાગ્યે મણિનગર રેલવે ક્રોસિંગ પાસે જામનગર હમસફર ટ્રેન આવવાની હોવાથી તંત્ર દ્વારા બંને તરફના ક્રોસિંગ બંધ કરી દેવાયા હતા. આ દરમિયાન મૃતક અશ્વિન રાઠોડ ક્રોસિંગમાંથી બહાર આવીને ટ્રેક તરફ સૂઈ ગયા અને ટ્રેન તેમના પર ફરી વળતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

પોલીસે શરૂ કરી તપાસ

આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં થઈ કેદ થઇ હતી. અશ્વિનભાઈએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તેની હાલમાં કોઈ માહિતી મળી નથી. આ મામલે મણિનગર પોલીસે ગુનો નોંધી આપઘાત પાછળના કારણની તપાસ શરૂ કરી.

આ સમાચાર શેર કરો