પંચમહાલમાં ST Bus અને ડંપર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ભારે જેહમત બાદ બસ ચાલકનો બચાવ
પંચમહાલમાં ગોધરા-દાહોદ હાઇવે પર ગઢ ગામ નજીક એસટી બસ અને ડંપર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો. રાત્રિ

પંચમહાલમાં ગોધરા-દાહોદ હાઇવે પર ગઢ ગામ નજીક એસટી બસ અને ડંપર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો. રાત્રિ દરમિયાન ફતેપુરાથી સુરત જતી એસટી બસને નડ્યો અકસ્માત. આ અકસ્માતમાં બસમાં સવાર 20થી વધુ મુસાફરોને ઇજા પહોંચી હતી. જે તમામ ઇજાગ્રસ્ત મુસાફરોને 108 મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત દરમિયાન એસટી બસનો ચાલક બસમાં ફસાઈ જતા એક કલાકની જેહમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો.




