વીરપુર: મિત્ર એ જ કરી મિત્રના ઘરમાંથી લાખોની ચોરી, ગણતરીના ક્લાકોમાં જ ઝડપાયો આરોપી
યાત્રાધામ વીરપુરમાં બંધ મકાનમાં ચોરીનો મામલો સામે આવ્યો હતો. જેમાં ઘર માલિક બહાર જતાં જ પાછળથ

યાત્રાધામ વીરપુરમાં બંધ મકાનમાં ચોરીનો મામલો સામે આવ્યો હતો. જેમાં ઘર માલિક બહાર જતાં જ પાછળથી મિત્રએ જ હાથ ફેરો કર્યો હોવાનું સામે આવ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે યાત્રાધામ વીરપુરના ગંગાનગરમાં રહેતા એક મકાનમાં 19 લાખથી વધુની ચોરી થઈ હતી. આ મામલે સુરેશ સોલંકીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ આદરી હતી.
ચોરી કરેલી વસ્તુઓ જપ્ત
રોકડા
સોનાના દાગીના
કાર
ટીવી
સીસીટીવી કેમેરા
ડીવીઆર
ત્યારે તપાસમાં સામે આવ્યું કે ફરિયાદીના મિત્ર મનુ ઉર્ફે મુનો લાલુએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. ગણતરીના કલાકમાં LCBએ આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે બીએનએસ કલમ ૩૦૫, ૩૩૧(૪), મુજબ ફરિયાદ નોંધી છે.
LCBએ ધરપકડ કરીને 19 લાખ 70 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
LCBએ ધરપકડ કરીને 19 લાખ 70 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તો બીજી તરફ આરોપીએ કબૂલ્યું કે ચોરી કર્યા પછી સીસીટીવી કેમેરા પણ હું લઈ ગયો હતો, કે જેથી હું પકડાઉ નહીં. ચોરીની ઘટનાનને અંજામ આપનાર 108 એમ્બ્યુલન્સનો પાયલોટ છે.






