Amreli news: હડકવા ઉપડેલા શિયાળે મહિલા સહિત 3 લોકોને બચકાં ભર્યા, શિયાળનું હુમલા બાદ મોત
અમરેલીના જાફરાબાદના છેલણા ગામ નજીક શિયાળનો આતંક જોવા મળ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે હડકવા ઉપડેલા

અમરેલીના જાફરાબાદના છેલણા ગામ નજીક શિયાળનો આતંક જોવા મળ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે હડકવા ઉપડેલા શિયાળે મહિલા સહિત 3 લોકોને બચકાં ભર્યા હતા. શિયાળના હુમલા બાદ મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.
ઈજાગ્રસ્ત સ્થિતિમાં મહિલાને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવી
ઈજાગ્રસ્ત સ્થિતિમાં મહિલાને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તો બીજી તરફ હડકવા ઉપડેલા શિયાળનું અચાનક મોત નીપજ્યું હતું. શિયાળના હુમલા બાદ છેલણા ગામના ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો.સમગ્ર મામલે જાફરાબાદ વનવિભાગ દ્વારા તાપસ હાથ ધરવામાં આવી છે.




