મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ પૂર્વમાં પ્રી-મોન્સૂન કામગીરીનો ફિયાસ્કો, જશોદાનગર અને પુનિતનગરમાં ઘૂંટણસમા પાણી ભરાયા,

શહેરમાં પડેલા વરસાદ બાદ અમદાવાદ પૂર્વમાં આવેલા રામોલ - હા

અમદાવાદ પૂર્વમાં પ્રી-મોન્સૂન કામગીરીનો ફિયાસ્કો, જશોદાનગર અને પુનિતનગરમાં ઘૂંટણસમા પાણી ભરાયા,
આ સમાચાર સાંભળો

શહેરમાં પડેલા વરસાદ બાદ અમદાવાદ પૂર્વમાં આવેલા રામોલ - હાથીજણ વોર્ડના જશોદાનગર અને પુનિતનગર રેલવે ક્રોસિંગ નજીક આવેલા ગોવિંદકૃપા એપાર્ટમેન્ટ તથા આસપાસના વિસ્તારમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ ગયા છે. આ કારણે સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, પાણી ભરાવાને કારણે આંતરિક રસ્તાઓ પર અવરજવર પ્રભાવિત થઈ હતી. કેટલાક વિસ્તારોમાં ટુ-વ્હીલરમાં એક્ટિવા/બાઈક તથા થ્રી-વ્હીલરમાં ઓટો રિક્ષા અને અન્ય વાહનોને પસાર કરવામાં મુશ્કેલી પડી હતી, જ્યારે રાહદારીઓએ પણ પાણીમાંથી પસાર થવાની ફરજ પડી હતી.

કાયમી ઉકેલ લાવવા સ્થાનિકોની માંગ

સ્થાનિકોના મતે, દર વર્ષે ભારે વરસાદ દરમિયાન આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોવાનું જોવા મળે છે. તેમણે વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા અને કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે.

મહાનગરપાલિકાનો દાવો

બીજી તરફ, મહાનગરપાલિકા દ્વારા વરસાદી પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જ્યાં પાણી ભરાવાની ફરિયાદો મળે ત્યાં પાણીના નિકાલ માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવે છે.

આ સમાચાર શેર કરો