મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મુંબઈ-અમદાવાદ હાઈવે પર વાહનોની લાંબી કતાર

ભારે વરસાદે કારણે વલસાડના હાલ બેહાલ છે. મુંબઈ-અમદાવાદ હાઈવે બંધ હોવાના કારણે વાહનો ની લાંબી કતારો લાગી છે

તસવીર: gstv

ભારે વરસાદે કારણે વલસાડના હાલ બેહાલ છે. મુંબઈ-અમદાવાદ હાઈવે બંધ હોવાના કારણે વાહનો ની લાંબી કતારો લાગી છે.  ઉમરગામ તાલુકામાં ભારે વરસાદ બાદ હજી ગામડાઓમાં અને મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે.. મુંબઈ-અમદાવાદ  હાઈવે પર ઉમરગામ તાલુકાનાં ભીલાડ પાસે દારોઠા નદીનુ પાણી ફરી વળતાં બને તરફ઼ ના વાહનોના પૈંડા થેભી ગયા. જેના કારણે જીવન જરૂરિયાતની વસ્તુઓ લઈ જતા વાહનો અટવાયા હતા. મધુબન ડેમનુ પાણી અને  સાર્વત્રિક વરસાદ ના કારણે પાણી નુ જોર વધી જતા હાઈવે પર પાણી ફરી વળ્યા હતા. સંઘ પ્રદેશ અને મહારાષ્ટ્રના ઉપરવાસમાંથી આવતું પાણી મુશ્કેલી વધારી રહ્યું છે.

આ સમાચાર શેર કરો