મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગીરમાં ગુલાબી ઠંડીની મજા લેતો 11 સિંહોનો પરિવાર આરામ કરતો મળ્યો જોવા

જૂનાગઢ ગીરના સફારી રૂટ પર છેલ્લા કેટલાક દિવસોથી સિંહોનું ટોળું જોવા મળી રહ્યું છે. થ

જૂનાગઢ ગીરના સફારી રૂટ પર છેલ્લા કેટલાક દિવસોથી સિંહોનું ટોળું જોવા મળી રહ્યું છે. થોડા સમય પહેલા આ રૂટ પર સિંહો ચક્કર લગાવતા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો, ત્યારે હવે ૧૧ જેટલા સભ્યોનો સિંહ પરિવાર આરામ ફરમાવતો જોવા મળ્યો છે.

ગુલાબી ઠંડીની મજા લેતો સિંહ પરિવાર પાણીના એક પોઇન્ટ પાસે આરામ કરી રહ્યો હતો

ગુલાબી ઠંડીની મજા લેતો સિંહ પરિવાર પાણીના એક પોઇન્ટ પાસે આરામ કરી રહ્યો હતો. પ્રવાસીઓએ આ અદ્ભુત દ્રશ્યને પોતાના કેમેરામાં કેદ કર્યું હતું. એકસાથે આટલા સિંહો ભાગ્યે જ જોવા મળતા હોય છે. જેના કારણે આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે.

આ સમાચાર શેર કરો