મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સિક્કિમ ફરવા ગયેલો વડોદરાનો પરિવાર ગુમ, ભૂસ્ખલનની ઘટના બાદ સંપર્ક ના થતા પરિવારજનો ચિંતિંત

સિક્કિમના મંગન જિલ્લાના લાચુંગમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 1200થી વધુ પ્રવાસી ફસાયા છે. આ પ્રવા

સિક્કિમ ફરવા ગયેલો વડોદરાનો પરિવાર ગુમ, ભૂસ્ખલનની ઘટના બાદ સંપર્ક ના થતા પરિવારજનો ચિંતિંત

સિક્કિમના મંગન જિલ્લાના લાચુંગમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 1200થી વધુ પ્રવાસી ફસાયા છે. આ પ્રવાસીઓમાં વડોદરાનો પરિવાર પણ ફસાયો હોવાની માહિતી મળી છે. વડોદરાનો પરિવાર લાચુંગ ફરવા માટે ગયો હતો. સિક્કિમમાં અચાનક વાદળ ફાટતા ભૂસ્ખલનની સ્થિતિ સર્જાતા વડોદરાનો પરિવાર પણ ફસાયો છે.

વડોદરાનો પરિવાર સિક્કિમમાં ફસાયો

વડોદરાનો પરિવાર સિક્કિમના લાચુંગમાં 7 તારીખે ફરવા માટે ગયો હતો. રાણા પરિવારના 9 સભ્યો સંપર્ક વિહોણા બનતા વડોદરા રહેતા પરિવારના સભ્યો ચિતિંત બન્યા છે. છેલ્લા બે દિવસથી પરિવારનો કોઇ સંપર્ક ના થતા વડોદરામાં રહેતો પરિવાર ચિતિંત બન્યો છે.

લાચુંગ વિસ્તારમાં મુશ્કેલી

સિક્કિમના પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન વિભાગ પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢવા માટે કામ કરી રહ્યું છે. અધિકારીઓ તરફથી સંકટના સમયમાં ફસાયેલા તમામ પ્રવાસીઓની મદદનો વિશ્વાસ આપવામાં આવ્યો છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે માત્ર લાચુંગનો વિસ્તાર પ્રભાવિત છે.

ભૂસ્ખલનથી કેટલાક ઘરને થયુ નુકસાન

મહત્ત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક દિવસથી સતત ભારે વરસાદને કારણે પૂર્વ સિક્કિમના લોઅર ટિન્ટેક વોર્ડમાં ભૂસ્ખલનથી કેટલાક ઘરને નુકસાન થયું છે.ભારે વરસાદને કારણે કેટલાક લોકોનું જીવન અસ્તવ્યસ્ત બની ગયું છે અને લોકોને કેટલીક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.

આ સમાચાર શેર કરો