મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મોટી દુર્ઘટના: મોરબી-વાંકાનેર હાઈવે પર ડમ્પરે કારને ફંગોળી, ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત

ગુજરાતમાં દિવસેને દિવસે રોડ અકસ્માત અને હિટ એન્ડ રનની ઘટનાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે

મોટી દુર્ઘટના: મોરબી-વાંકાનેર હાઈવે પર ડમ્પરે કારને ફંગોળી, ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત

ગુજરાતમાં દિવસેને દિવસે રોડ અકસ્માત અને હિટ એન્ડ રનની ઘટનાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે (આઠમી સપ્ટેમ્બર) વહેલી સવારે મોરબી-વાંકાનેર હાઇવે પર ડમ્પર અને કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે ત્રણને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હાતા. જેમને મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. 

ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો

મળતી માહિતી અનુસાર, મોરબી–વાંકાનેર નેશનલ હાઈવે પર બંધુનગર નજીક રવિવાર (આઠમી સપ્ટેમ્બર) સવારે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. 

ડમ્પરે રોડ પર પલટી મારી હતી. અકસ્માતની આ ઘટના ત્રણ લોકોના મોત નિપજ્યાં હતા, જ્યારે ત્રણની હાલત ગંભીર છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચી હતી.

આ સમાચાર શેર કરો