મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

NEET મામલે જિલ્લા સ્તરીય પરીક્ષા કમિટી બનાવાશે, ગત વર્ષે પંચમહાલમાંથી ઝડપાયું હતું મોટું કૌભાંડ

પંચમહાલના ગોધરામાં ગત વર્ષે NEET પરીક્ષામાં ગેરરીતિઓ સામે આવી હતી. જેને પગલે

NEET મામલે જિલ્લા સ્તરીય પરીક્ષા કમિટી બનાવાશે, ગત વર્ષે પંચમહાલમાંથી ઝડપાયું હતું મોટું કૌભાંડ

પંચમહાલના ગોધરામાં ગત વર્ષે NEET પરીક્ષામાં ગેરરીતિઓ સામે આવી હતી. જેને પગલે આ વર્ષે NTAએ મહત્વનો નિર્ણય કર્યો છે. NEET  પરીક્ષા મામલે હવે જિલ્લા સ્તરીય પરીક્ષા કમિટી બનાવાશે. જે પરીક્ષામાં કોઈ ગેરરીતિ ના થાય તેનું ધ્યાન રાખશે.

જય જલારામ સ્કૂલને બ્લેક લિસ્ટ કરી

સાથે સાથે ખાનગી બિલ્ડીંગના સ્થાને કોઇ સરકારી બિલ્ડીંગનો ઉપયોગ NEETની પરીક્ષા યોજવા માટે થશે. મહત્વનું છે કે પાછલા વર્ષે જય જલારામ સ્કૂલમાં પરીક્ષા દરમિયાન ગેરરીતિ થઈ હતી. જેને લઈ  NTAએ જય જલારામ સ્કૂલને બ્લેક લિસ્ટ કરી હતી. 

ગત વર્ષે રીક્ષામાં સેન્ટર ડેપ્યુટી અધિક્ષકની કારમાંથી મળ્યા સાત લાખ રૂપિયા મળી આવ્યા હતા. પરીક્ષામાં સારા માર્કસ આવે તે માટે વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. NEETની પરીક્ષામાં કુલ છ વિદ્યાર્થીઓને ચોરી કરાવવામાં આવી હતી. આ મામલે જિલ્લા શિક્ષણાદિકારીએ ગોધરા તાલુકા પોલીસમાં ફરિયાદ ત્રણ શખ્શો સામે નોંધાવી હતી.

ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી

જિલ્લા શિક્ષણાધિકારીએ જે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે તેમાં ગોધરાના જય જલારામ સ્કૂલના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરાનો સમાવેશ થયા છે. જિલ્લા શિક્ષણાધિકારીએ પોતાની ફરિયાદમાં છ વિદ્યાર્થીઓના નંબર સહિતની વિગતો પણ સોંપી હતી. નોંધનીય છે કે વડોદરાના તુષાર ભટ્ટ કે જેઓએ ગોધરા નીટની પરીક્ષા દરમિયાન ડેપ્યુટી સુપરિટેનડેન્ટ તરીકે ફરજ બજાવી હતી. પોલીસે ત્રણેય શખ્સો સામે IPC વિવિધ કલમો લગાવીને ગુનો દાખલ કર્યો હતો, ત્યાર બાદ તમામ આરોપીઓની ધરપકડ કરી હતી. 

આ સમાચાર શેર કરો