હળવદમાં ઓનરકિલિંગની ઘટના, કૌટુંબિક યુવતી સાથે પ્રેમ થતા પિતરાઈ ભાઈએ જ કરી ભાઈની હત્યા
હળવદ તાલુકાના રાયસંગપર ગામે ગત મોડી રાત્રીના કૌટુંબિક બે ભાઈઓએ જ બે ભાઈ પર છરી અને ધોકા વડે

હળવદ તાલુકાના રાયસંગપર ગામે ગત મોડી રાત્રીના કૌટુંબિક બે ભાઈઓએ જ બે ભાઈ પર છરી અને ધોકા વડે હુમલો કરતા એકનું મોત નીપજ્યું છે. જ્યારે એકને ગંભીર હાલતે મોરબી રીફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.તો બીજી તરફ હુમલો કરવા આવેલ બે ભાઈઓ માંથી એક ઇજાગ્રસ્ત થતા તેને પણ હળવદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે. કૌટુંબિક યુવતી સાથે યુવાનના પ્રેમનો કરૂણ અંજામ આવ્યો હતો.
એક ભાઈની હત્યા તો બીજો ઘાયલ
ધોકા અને છરી લઈને ધસી આવ્યા
હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા શામજીભાઈ બાબુભાઈ લોલાડીયા રાત્રીના સમયે ઘરે સુતા હતા, ત્યારે સાડા 11 વાગ્યાની આસપાસ કૌટુંબીક ભાઈઓ વિપુલભાઈ લોલાડીયા અને ગૌતમભાઈ ઉર્ફે ગવો કરણભાઈ લોલાડીયા શામજીભાઈના ઘરે ધોકા અને છરી લઈને ધસી આવ્યા હતા.
શામજીભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું
જેમાં આરોપીઓએ શામજીભાઈ અને ગોપાલભાઈ પર હુમલો કરતા શામજીભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જ્યારે અન્ય એક યુવાન ઈજાગ્રસ્ત થતા સારવાર માટે મોરબી રીફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.






