મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વિરમગામ: 'દારૂના કેસમાં ખોટો અંદર કરી દઈશ', શખ્સ પાસેથી 30 હજારની લાંચ સાથે કોન્સ્ટેબલ અને વચેટીયો ઝડપાયો

રાજ્યમાં ACB એક્શન મોડમાં છે. વિરમગામ રૂરલ મથકના પોલીસ કોન્સ્ટેબલ અને વચેટીયો લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા.

વિરમગામ: 'દારૂના કેસમાં ખોટો અંદર કરી દઈશ', શખ્સ પાસેથી 30 હજારની લાંચ સાથે કોન્સ્ટેબલ અને વચેટીયો ઝડપાયો

રાજ્યમાં ACB એક્શન મોડમાં છે. વિરમગામ રૂરલ મથકના પોલીસ કોન્સ્ટેબલ અને વચેટીયો લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા. દારૂના ખોટા કેસમાં ફસાવવાની બીક બતાવીને 30 હજાર રૂપિયાની માંગ કરી હતી.

અગાઉ પણ 50 હજારની માંગી હતી લાંચ

મળતા અહેવાલ પ્રમાણે દારૂના કેસમાં ઝડપાયેલા શખ્સે ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે મને અગાઉ દારૂના ખોટા કેસમાં જ પકડ્યો ,છે ત્યારે બીજા ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને મારી પાસેથી વિરમગામ રૂરલ પોલીસ મથકના કોન્સ્ટેબલે રાજેશકુમાર માધવજીભાઈ પટેલે વધુ 30 હજારની માંગ કરી છે.

વધુ 30 હજારની માંગ કરીને ધમકી આપી 

અગાઉ પણ 50 હજારની લાંચ માંગી હતી, તો બીજી તરફ વધુ 30 હજારની માંગ કરીને ધમકી આપી કે જો તારે બીજા કેસમાંથી બચવું હોય તો રૂપિયા આપવા પડશે. આ મામલે ફરિયાદીએ ACBનો સંપર્ક સાધ્યો હતો. ACBએ છટકું ગોઠવીને વિરમગામ રૂરલ મથકનો પોલીસ કોન્સ્ટેબલ અને વચેટીયાની લાંચની રકમ સાથે ધરપકડ કરી હતી. 

આ સમાચાર શેર કરો