VIDEO: IB બનીને AAP નેતાઓને ટાર્ગેટ કરવાનું કાવતરું બહાર આવ્યું
આણંદ સાઇબર ક્રાઇમ પોલીસે એક મોટી કાર્યવાહી કરતા વડોદરા આપના શહેર પ્રમુખ અશોક ઓઝા અને તેના મિ

આણંદ સાઇબર ક્રાઇમ પોલીસે એક મોટી કાર્યવાહી કરતા વડોદરા આપના શહેર પ્રમુખ અશોક ઓઝા અને તેના મિત્ર નીતિન ડોગરીયાની ધરપકડ કરી છે. પાર્ટીના આંતરિક વિખવાદમાં પોતાનું કદ નાનું થઈ જવાના ભયથી અશોક ઓઝાએ સમગ્ર કારસો રચ્યો..જેમાં આણંદના નીતિન નામના શખ્સની મદદથી ઇન્ટેલિજન્સ બ્યુરોના નામે આપના કેન્દ્રીય નેતા અને પૂર્વ ધારાસભ્ય દુર્ગેશ પાઠકને ફોન કરીને ટાર્ગેટ કરતો હતો. આ ગંભીર મામલે અગાઉ અરવિંદ કેજરીવાલ, દુર્ગેશ પાઠક અને ગોપાલ ઇટાલિયાએ ટ્વીટ કરીને આઈબીપર આક્ષેપો પણ કરી ચુકયા છે.. જોકે, આણંદ પોલીસે તપાસ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો કે આ કોઈ સરકારી એજન્સી નહીં પરંતુ આપના જ નેતાનું કારસ્તાન હતું. હાલ પોલીસે બંને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


