મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: 'PM પોતે લાખોની ભીડવાળી રેલીઓ અને વિદેશ પ્રવાસો કરી રહ્યા છે', વડાપ્રધાનની અપીલ પર AAP નેતાના પ્રહાર

આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની અપીલો

તસવીર: gstv

આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની અપીલો પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું કે પીએમ મોદી જનતાને વિદેશ પ્રવાસ ન કરવા, સોનું ન ખરીદવા અને તેલ-ગેસનો વપરાશ ઘટાડવાની સલાહ આપી રહ્યા છે, પરંતુ પોતે લાખોની ભીડવાળી રેલીઓ અને વિદેશ પ્રવાસો કરી રહ્યા છે.

સંજય સિંહે સવાલ ઉઠાવ્યો કે જો બચત અને કરકસરની જરૂર હોય તો વડાપ્રધાને તેની શરૂઆત પોતાનાથી કરવી જોઈએ. તેમણે આક્ષેપ કર્યો કે ચૂંટણી પછી જનતા પર મોંઘવારીનો બોજ ઝીંકવામાં આવી રહ્યો છે, જ્યારે સત્તાધારી પક્ષના કાર્યક્રમોમાં અઢળક ઈંધણ અને સંસાધનોનો ધુમાડો કરવામાં આવે છે. આ નિવેદન હાલ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યું છે. 

આ સમાચાર શેર કરો