મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બાલાજી વેફર્સના પડીકામાંથી નીકળ્યો વંદો, શખ્સે પેકેટ તોડ્યું અને તેનો જીવ થયો અધ્ધર

રાજ્યના પ્રસિદ્ધ નમકીન બનાવતી કંપની ફરીથી વિવાદમાં આવી છે. બાલાજીના પેકેટમાંથી મરેલો વંદો નીકળ્યો છે

VIDEO: બાલાજી વેફર્સના પડીકામાંથી નીકળ્યો વંદો, શખ્સે પેકેટ તોડ્યું અને તેનો જીવ થયો અધ્ધર

રાજ્યના પ્રસિદ્ધ નમકીન બનાવતી કંપની ફરીથી  વિવાદમાં આવી છે. બાલાજીના પેકેટમાંથી મરેલો વંદો નીકળ્યો છે. આ ઘટના ભાવનગરમાંથી સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે  ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં રહેતા કમલેશભાઈ ચૌહાણએ એવા આક્ષેપ કર્યો હતો કે તેમણે બાલાજી વેફર્સનો પડીકાની ખરીદી કરી હતી, અને તેમાંથી આ જંતુ નીકળ્યું હતું.

બાલાજીનું  પડીકું તોડતા તેમાંથી મરેલો વંદો નીકળ્યો

બાલાજીનું  પડીકું તોડતા તેમાંથી મરેલો વંદો નીકળ્યો હતો.આ પહેલા પણ વેફરમાંથી મરેલો વંદો અને દેડકા નીકળ્યાના પણ દાખલા બન્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. જેને લઇ તેઓ ફરિયાદ નોંધાવાની તૈયારી દર્શાવી છે.

અગાઉ પણ બાલાજીના વેફર્સના પડીકામાંથી મરેલા પ્રાણીઓ નીકળ્યા હોવાનું સામે આવ્યું છે. સાળંગપરડા ગામે બાલાજી વેફરના પેકેટમાંથી મૃત ઊંદર નીકળ્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના બાદ ગ્રાહકે દુકાનદારને ફરિયાદ કરી હતી.

પડીકામાંથી ઉંદર, ગરોળી, વંદા નીકળે છે તો સાચવજો

બાલાજી વેફર્સના પડીકા ખરીદતા પહેલા ચેતી જજો નહીં તો તમને ભારે પડી શકે છે. આ પ્રકારે ઉંદર ગરોળી, વંદો મળશે તો સામાન્ય લોકોના આરોગ્યનું શું થશે.

આ સમાચાર શેર કરો