મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જામનગર: ધ્રોલમાં પલટી ખાઈ જતાં કારનો કચ્ચરઘાણ, પતરા કાપીને કાઢ્યા 3 મૃતદેહ

જામનગરના ધ્રોલ નજીક આવેલા લતીપુર અને ગોકુળપુર ગામની વચ્ચે બુધવારે મોડી રાત્રે એક કારને ગંભીર અકસ્માત નડ્યો હતો

જામનગર: ધ્રોલમાં પલટી ખાઈ જતાં કારનો કચ્ચરઘાણ, પતરા કાપીને કાઢ્યા 3 મૃતદેહ

 જામનગરના ધ્રોલ નજીક આવેલા લતીપુર અને ગોકુળપુર ગામની વચ્ચે બુધવારે મોડી રાત્રે એક કારને ગંભીર અકસ્માત નડ્યો હતો. કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ગુલાંટી મારી ગઇ હતી. કારમાં સવાર પાંચ લોકોમાંથી 3 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 

ત્રણ લોકોના ઘટનાસ્થળ પર મોત

 માહિતી અનુસાર ધ્રોલના લતીપુર અને ગોકુળપુર વચ્ચે બુધવારે મોડી રાત્રે કાર પલટી ખાઇ ગઇ હતી. કારમાં 5 લોકો સવાર હતા, જેમાંથી ઋષિ પટેલ (રહે. લતીપુર), ધમેન્દ્રસિંહ ઝાલા (રહે. જામનગર) અને વિવેક પરમાર (રહે. જામનગર)નું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચતાં નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 

આ પણ વાંચો: રાજકોટમાં યુવતી પાસે 4 શખ્સોએ કરી બિભત્સ માંગ, તાબે ના થતા જાહેરમાં માર માર્યો

અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતકોની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો