મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત: 55 વર્ષીય સફાઈકર્મીએ 9 વર્ષની બાળાને કર્યા અડપલાં, પોલીસે નરાધમને ઝડપ્યો

સુરતના રૂદરપુરા વ્હોરવાડ સ્થિત વજી મદ્રેસાના 55 વર્ષીય સફાઈકર્મીએ 9 વર્ષની બાળકીની છેડતી કરી હતી. સફાઈકર્મ

સુરત: 55 વર્ષીય સફાઈકર્મીએ 9 વર્ષની બાળાને કર્યા અડપલાં, પોલીસે નરાધમને ઝડપ્યો

સુરતના રૂદરપુરા વ્હોરવાડ સ્થિત વજી મદ્રેસાના 55 વર્ષીય સફાઈકર્મીએ 9 વર્ષની બાળકીની છેડતી કરી હતી. સફાઈકર્મીએ ધાર્મિક અભ્યાસ માટે આવેલી 9 વર્ષની બાળકીને તારી બેગમાંથી કંઈક બહાર પડી ગયું છે. એમ કહી ક્લાસની બહાર બોલાવી બાથમાં પકડી અડપલાં કર્યાં હતા.

ગભરાયેલી બાળકી ઘરે દોડી ગઈ 

ગભરાયેલી બાળકી ઘરે દોડી ગઈ હતી અને બનાવ અંગે માતાને જાણ કરતા તેમણે બાદમાં સુબેખા પઠાણ વિરુદ્ધ અઠવાલાઈન્સ પોલીસ મથકમાં છેડતીની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે બે પરિણીત સંતાનના પિતા સુબેખા પઠાણને તે વતન ભાગી છૂટે તે પહેલા રેલવે સ્ટેશન પાસેથી ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી

આ સમાચાર શેર કરો