મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ઓવરટેક બન્યો જીવલેણ: સગીરોને વાહન આપો છો તો ચેતી જજો, 15 વર્ષના કિશોરનું અકસ્માતમાં મોત

નાના વયના કિશોરેને વાહન ચલાવા આપનાર વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરેન્દ્રનગ

ઓવરટેક બન્યો જીવલેણ: સગીરોને વાહન આપો છો તો ચેતી જજો, 15 વર્ષના કિશોરનું અકસ્માતમાં મોત

નાના વયના કિશોરેને વાહન ચલાવા આપનાર વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરેન્દ્રનગરના  કુકડા નજીક ટ્રેકટર અને મોટરસાઇકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. 15 વર્ષના કિશોરે ટ્રેક્ટરને ઓવરેટક કરવાનો પ્રયત્ન કર્યો હતો અને આ અકસ્માત સર્જાયો હતો. 

આ પણ વાંચો: ગુજરાત: તહેવાર ટાણે છેલ્લા એક અઠવાડિયામાં ડુબી જવાની દુર્ઘટનામાં 10ના મોત

બાઈક ચાલક બાળકને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી

આ અકસ્માતમાં 15 વર્ષના કિશોરનું મોત નિપજ્યું હતું.  બાઈક ચાલક બાળકને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ગંભીર ઈજાઓ પહોંચતા કિશોરનું ઘટના સ્થળે જ મોત 

ગંભીર ઈજાઓ પહોંચતા કિશોરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. પોલીસે અકસ્માતે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ વાલીઓ હોશે હોશે પોતાના બાળકોને વાહનો આપે છે. ત્યારે આ ઘટના ચોંકાવનારી છે.

જેતપુર પાસે બાઈક અને ટ્રકનો અકસ્માત

જેતપુરની તત્કાલ ચોકડી પાસે રાજકોટ પોરબંદર નેશનલ હાઇવે પર બાઈક અને ટ્રકનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં બાઈકચાલકનું મોત નિપજ્યું હતું.મૃતક યુવકને 108 મારફતે સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડાયો છે.ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો