મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વાપી: નરાધમ પિતાએ ઘરમાં પુત્રીને એકલી જોઈને દાનત બગાડી, 14 વર્ષની દિકરી સાથે જ આચર્યું દુષ્કર્મ

વાપીના સુલપડ વિસ્તારમાં રહેતા સાવકા પિતાએ પુત્રીને ધમકાવી દુષ્કર્મ આચરતો હોવા અંગે ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. પોલીસ

વાપી: નરાધમ પિતાએ ઘરમાં પુત્રીને એકલી જોઈને દાનત બગાડી, 14 વર્ષની દિકરી સાથે જ આચર્યું દુષ્કર્મ

વાપીના સુલપડ વિસ્તારમાં રહેતા સાવકા પિતાએ પુત્રીને ધમકાવી દુષ્કર્મ આચરતો હોવા અંગે ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. પોલીસે સાવકા પિતાની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે. સાવકા પિતાની હરકતથી કંટાળીને પુત્રીએ મુંબઈ ગયા બાદ ગંભીર આક્ષેપ સાથે ફરિયાદ કરી હતી.

 14 વર્ષની સાવકી પુત્રી સાથે શારીરિક અડપલા કરતો

મળતી માહિતી અનુસાર, વાપીના સુલપડ વિસ્તારમાં શખ્સ પરિવાર સાથે રહે છે. શખ્સની પત્ની જ્યારે પણ કામ અર્થે બહાર જાય ત્યારે તેની ગેરહાજરીમાં 14 વર્ષની સાવકી પુત્રી સાથે શારીરિક અડપલા કરતો હતો. જેથી પુત્રીએ માતાને જાણ કરી હતી. તેમ છતાં રમેશ પોતાની હરકતથી બાઝ નહીં આવી કૃત્ય ચાલું રાખતા થોડા મહિના અગાઉ સગીરા તેની બે બહેનપણી સાથે મુંબઈ ચાલી ગઈ હતી.

મુંબઈમાં કિશોરીએ પિતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી

પિતાના ગંભીર કૃત્ય અંગે મુંબઈ પોલીસમાં સાવકા પિતા સામે ગંભીર આક્ષેપ સાથે કરિયાદ કરી હતી. મુંબઇ પોલીસે વાપી ટાઉન પોલીસમાં ફરિયાદ મોકલી હતી. જેથી પોલીસે સાવકા પિતા સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. સોમવારે (14મી ઓક્ટોબર) કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

આ સમાચાર શેર કરો