Surendranagar news: ચુડા તાલુકાના ચચાણા ગામમાં 14 વર્ષનાં બાળકનું તળાવમાં ડૂબી જવાથી મોત
Surendranagar news: સુરેન્દ્રનગર જિલ્લામાં તળાવમાં ડૂબી જવાની ઘટનાઓ સતત

Surendranagar news: સુરેન્દ્રનગર જિલ્લામાં તળાવમાં ડૂબી જવાની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે જેમાં ખાસ કરીને નર્મદાની કેનાલ, તળાવો અને જળાશયોમાં ડૂબી અને લોકોનાં જીવ જઈ રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચચાણા ગામે 14 વર્ષનાં બાળકનું તળાવમાં ડૂબી જવાના કારણે મોત નીપજવા પામ્યું છે જયકિશન મનજીભાઈ મકવાણા નામનો બાળક ગરમી થતા હોવાના કારણે તળાવમાં ન્હાવા માટે ગયો અને તેને તરતા ન આવડતું હોવા છતાં પણ તળાવમાં ગયો અને નાહવા પડ્યો અને તળાવમાં ડૂબી ગયો હોવાની ઘટના બની છે.
તળાવમાં ડૂબી જતા 14 વર્ષનાં બાળક જય કિશન મકવાણાનું મોત નીપજવા પામ્યું છે. સમગ્ર ઘટનાની જાણ થતા ગામના સરપંચ સહિતના આગેવાનો દોડી ગયા હતા અને ગામના જ સ્થાનિક તરવૈયાઓ દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો અને આ અંગે પોલીસને અને પરિવારજનોને જાણ કરવામાં આવી હતી ત્યારે 14 વર્ષનો બાળકનો ડૂબી જવાના કારણે મોત નીપજતા પરિવાર ઉપર પણ શોકનું મોજુ ફરી વળવા પામ્યું હતું.
આ અંગે મૃતદેહને પીએ માટે લીંબડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસ વિભાગ દ્વારા પણ આ મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી છે, નાના એવા ચચાણા ગામમાં તળાવમાં ડૂબી જવાના કારણે બાળકનું મોત થતા ગામમાં પણ શોકનું માહોલ પ્રસરી જવા પામ્યો છે. આ અંગે લીંબડી આર.આર.હોસ્પિટલ ખાતે બાળકનું પીએમ કરવામાં આવ્યું હતું. ચુડા પીએસઆઈ દ્વારા આ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.






