ભાવનગર: ટ્યુશન જતા બાળકનું અપહરણ, કિશોરે બૂમો પાડતા અપહરણકર્તા તેને મૂકી ફરાર
ભાવનગર શહેરના દેવજી ભગતની ધર્મશાળા નજીક ટ્યુશનમાં જતા 13 વર્ષના વિદ્યાર્થીનું અજાણ્યા શખ્સોએ અપહર

ભાવનગર શહેરના દેવજી ભગતની ધર્મશાળા નજીક ટ્યુશનમાં જતા 13 વર્ષના વિદ્યાર્થીનું અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યું હતું. મળતા અહેવાલ પ્રમાણે વડવા દેવજી ભગતની ધર્મશાળા પાસે રહેતા સાકીબ ઈમરાનભાઈ ખોખર નામનું 13 વર્ષનું બાળક ટ્યુશન જઈ રહ્યો હતો, ત્યારે કારમાં આવેલા ત્રણ શખ્સોએ તેને ઉભો રાખ્યો અને કહ્યું તારા પપ્પાનો અકસ્માત થયો છે અમે તને લેવા આવ્યા છે. આમ કહીને બાળકનું અપહરણ કરીને ફરાર થઈ ગયા હતા.
બાળકનું અપહરણ કરીને ફરાર થઈ ગયા
ત્યાર બાદ કારમાં જુદી જુદી સ્થળો પર ફેરવ્યો હતો. અચનાક તેમની કાર ઘોઘા રોડ 14 નાળા પાસે પહોંચ્યા હતા, ત્યાં બાળકે તેના દાદાને જોયા હતા. બાળકના દાદા રિક્ષા ચાલક છે તે ત્યાં રિક્ષામાં ગેસ પુરાવવા માટે તે સ્થળ પર હાજર હતા. બાળકે તકનો લાભ લઈને બૂમરાણ મચાવી દીધી હતી.
બાળકે બૂમ મચાવતા અપહરણકર્તા તેને મૂકી નાસી છૂટ્યા
અચાનક બાળકે બચાવો બચાવોની બૂમો પાડતા અપહર્ણકર્તા ચોંકી ઉઠ્યા હતા. બાળકને મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે બાળકના પરિવારજનોએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મામલાની ગંભીરતા જોતા પોલીસે પણ તપાસ શરૂ કરી હતી. હાલ આ અપહર્ણ કર્તાઓ પોલીસ પકડથી દૂર છે.






