મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજ્યમાં વર્ષ દરમ્યાન 85 કસ્ટોડિયલ ડેથના કેસ, માનવાધિકાર આયોગે ગૃહમાં રજૂ કર્યો રિપોર્ટ

ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા ચોમાસા સત્રમાં રાજ્ય માનવાધિકાર આયોગ દ્વારા

રાજ્યમાં વર્ષ દરમ્યાન 85 કસ્ટોડિયલ ડેથના કેસ, માનવાધિકાર આયોગે ગૃહમાં રજૂ કર્યો રિપોર્ટ

ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા ચોમાસા સત્રમાં રાજ્ય માનવાધિકાર આયોગ દ્વારા એક ચોંકાવનારો રિપોર્ટ રજૂ કરાયો છે, જેમાં વર્ષ 2023-24 માં ૮૫ કસ્ટોડિયલ ડેથ થયો હોવાનો ખુલાસો થયો છે. 

ચોમાસા સત્ર દરમ્યાન રાજ્ય માનવાધિકાર આયોગ દ્વારા કસ્ટોડિયલ ડેથ મામલે અનેક ચોંકાવનારા ખુલાસા કરાયા છે. આયોગ દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ નો  રિપોર્ટ વિધાનસભા ગૃહમાં રજૂ કરાયો હતો, જેમાં જણાવાયું હતુ કે વર્ષ દરમિયાન રાજ્યમાં ૮૫ કસ્ટોડિયલ ડેથ થયા છે અને જેલ કસ્ટડી દરમ્યાન 70 લોકોના મોત નિપજ્યાં છે. 15 આરોપીઓના પોલીસ કસ્ટડી દરમ્યાન મોત થયા હોવાનો ઉલ્લેખ કરાયો છે, ઉપરાંત વર્ષ દરમિયાન માનવાધિકાર ભંગની ૨૬૨૭ અરજીઓ આયોગને મળી હતી. 

આ સમાચાર શેર કરો