Banaskantha: ડીસા બ્લાસ્ટ મામલે બંને આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર, જાણો બંને પક્ષના વકીલે શું કહ્યું
Banaskantha News: ડીસા ગોડાઉન ફટાકડા વિસ્ફોટમાં 21 લોકોના મોત મામલે આરોપીઓને ડીસા કોર્ટેમાં આજે હાજર કરવામાં આવ્યા હતા

Banaskantha News: ડીસા ગોડાઉન ફટાકડા વિસ્ફોટમાં 21 લોકોના મોત મામલે આરોપીઓને ડીસા કોર્ટેમાં આજે હાજર કરવામાં આવ્યા હતા. એડિશનલ સિવિલ જજ કે.આર.શર્મા દ્વારા ડીસા ફટાકડા બ્લાસ્ટ કેસ ચલાવવામાં આવી રહ્યો છે. શૈલેષ ગોસ્વામી સરકાર તરફી વકીલ તરીકે કેસ લડી રહ્યા છે જ્યારે પંકજ શર્મા આરોપી પક્ષ તરફથી કેસ લડી રહ્યા છે. માઈન્સ તોડવા વપરાતા ડાઇનામાઇટનો ઉપયોગ અહીં કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે.
ફેક્ટરીના માલિકોના 8 દિવસના રિમાન્જ મંજૂર
21 લોકોના મોત મામલે આરોપીઓને કોર્ટેમાં હાજર કરાયા હતા. ખૂબચંદ સિંધી અને દીપક સિંધીને કોર્ટમાં રજૂ કરાયા બાદ પોલીસને 8 દિવસના રિમાન્ડ મળ્યા છે. તપાસ અધિકારી 8 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ માંગતા કોર્ટે રિમાન્ડ આપ્યા હતા. 8 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડમાં અનેક મોટા ખુલાસા થઈ શકે છે.
સરકારી વકીલે કહ્યું કે, ગોડાઉનના લાયસન્સ બાબતે, મુદામાલ બાબતે, આરોપીઓને સહકાર આપ્યો તે બાબતે ચર્ચા થઈ હતી. જો કે સરકારી વકીલે જણાવ્યું હતું કે, સામે આરોપી પક્ષના વકીલે દલીલો કરી તેમાં નામદાર કોર્ટમાં લાવ્યા તે પહેલા 24 કલાક કસ્ટડીમાં રાખ્યા એટલે અમારી પાસે પૂરતો સમય હતો એટલે એ રિમાન્ડ ન આપવા જોઈએ.
આરોપી પક્ષના વકીલનું નિવેદન
આ તરફ આરોપી પક્ષના વકીલ પંકજ શર્માએ કહ્યું કોર્ટને ઉચિત જણાયું તેટલા દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ કોર્ટે પોતાનું કામ પૂરું કર્યું છે ઇન્વેસ્ટિગેશ ચાલુ છે હાલમાં આરોપીઓ કસ્ટડીમાં છે અને તે દરમિયાન બોલવું એ સંભવ નથી પોલીસ કાર્યવાહી કરે તે બાદ આગળ ખબર પડે.
મેં આરોપી પક્ષના વકીલ તરીકે જે દલીલો કરી તેમાં એમને જે ઇન્વેસ્ટિગેશન જોઈતુ હતું, એકના જે મુદ્દાઓ હતા તે મુદ્દાઓની અમારે તપાસ કરવાની બાકી છે એ બધા મુદ્દાઓ પર ગઈકાલે મને લાગે ત્યાં સુધી તપાસ થઈ ચૂકી છે. ઘણીબધી તપાસોમાં અમારે બે ત્રણ જગ્યાએ જવાનું હતું એ કન્સીડર કરીને એમને 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
માલસામાન શિવકાશીનો હોવાથી ત્યાંની તપાસ જરુરી
અમારા અસીલને જાણવા પ્રમાણે ઇન્દોર અને શિવકાશી લઈ જવાના છે કારણે કે એમનું એવું કહેવું હતું કે, માલસામગ્રી જે છે એ ત્યાંથી લાવેલા હતા એટલે ત્યાં તપાસ કરવા જવું જરૂરી છે. તો આમ આખરે હવે કોર્ટે આરોપીઓના 8 દિવસના અને 11 તારીખ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે આ રિમાન્ડ દરમિયાન મોટા ખુલાસા થવાની શક્યતા દેખાઈ રહી છે.








