મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: છેલ્લા 6 દિવસમાં સિવિલમાં ડેન્ગ્યુના 77 અને મેલેરિયાના 14 કેસો, OPDમાં દર્દીઓનો વધારો

અમદાવાદમાં વરસાદે વિરામ લેતા વાયરલ કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, જોકે OPDન

અમદાવાદ: છેલ્લા 6 દિવસમાં સિવિલમાં ડેન્ગ્યુના 77 અને મેલેરિયાના 14 કેસો, OPDમાં દર્દીઓનો વધારો

અમદાવાદમાં વરસાદે વિરામ લેતા વાયરલ કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, જોકે OPDના કેસોની સંખ્યામાં આંશિક વધારો થયો છે. શહેરની હોસ્પિટલોની OPDમાં દર્દીઓમાં સતત વધારો થયો છે.  છેલ્લા 6 દિવસમાં શહેરના સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના 77 કેસ નોંધાયા હતા.

મેલેરિયાના 14, જ્યારે ઝેરી મેલેરિયાનો 1 કેસ સામે આવ્યો

આ સમયગાળામાં મેલેરિયાના 14, જ્યારે ઝેરી મેલેરિયાનો 1 કેસ સામે આવ્યો છે. ચિકનગુનિયાના 5 કેસ નોંધાયો છે. વાયરલ ઇન્ફેક્શનના 69 કેસ નોંધાયો છે. સપ્તાહના સમયગાળામાં 23 હજાર 452 લોકોએ OPDની સારવાર લીધી છે.

આ સમાચાર શેર કરો