VIDEO : ૭૨ કરોડની કુપ્પા પાણી પુરવઠા યોજના નિષ્ફળ
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નારધા ગામમાં કુપ્પા પાણી પુરવઠા યોજનાનું પાણી હજુ સુધી ન પહોંચતાં ગ્રામજનોમાં


છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નારધા ગામમાં કુપ્પા પાણી પુરવઠા યોજનાનું પાણી હજુ સુધી ન પહોંચતાં ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. 72 ગામોને ફિલ્ટરવાળું શુદ્ધ પાણી પહોંચાડવા માટે સરકાર દ્વારા રૂ. 72 કરોડની યોજના બનાવવામાં આવી હતી, જેમાંથી મોટાભાગનો ખર્ચ થઈ ચૂક્યો હોવા છતાં અનેક ગામોમાં પાણી પહોંચ્યું નથી. નારધા પ્રાથમિક શાળા પાસે બનાવાયેલી પાણીની ટાંકીમાં આજદિન સુધી પાણી આવ્યું નથી, જેના કારણે વિદ્યાર્થીઓને પણ પીવાના પાણીની મુશ્કેલી વેઠવી પડી રહી છે. ગ્રામજનોએ પાણી પુરવઠા વિભાગ પર બેદરકારીના આક્ષેપ કરી તાત્કાલિક શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠાવી છે.




