મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : છોટાઉદેપુરમાં ખનીજ માફિયાઓ પર સપાટોઃ એક મહિનામાં ૨૫ કરોડનો દંડ

છોટાઉદેપુર જિલ્લામાં ખનીજ માફિયાઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે. કલેક્ટર ગાર્ગી જૈન

છોટાઉદેપુર જિલ્લામાં ખનીજ માફિયાઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે. કલેક્ટર ગાર્ગી જૈનના નેતૃત્વમાં વહીવટી તંત્રએ માત્ર ૩૦ દિવસમાં ૧૧૯ કેસ નોંધીને ૨૫ કરોડથી વધુનો તોતિંગ દંડ ફટકાર્યો છે. આખા વર્ષની ૧૮ કરોડની વસૂલાત સામે માત્ર એક મહિનાની આ આક્રમક કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.એસ.ડી.એમ. અને ભૂસ્તરશાસ્ત્રીઓની ખાસ ટીમ સાથે કલેક્ટર પોતે રાત્રે નદીપટ અને ખનીજ અડ્ડાઓ પર દરોડા પાડી રહ્યા છે. ગેરકાયદેસર ખનન અને પરિવહન કરનારાઓને સ્પષ્ટ ચેતવણી અપાઈ છે કે સરકારની આ કડક ઝુંબેશ હવે અટકવાની નથી.

આ સમાચાર શેર કરો