મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ : ખોખરાની સોસાયટીમાં ઘુસીને આતંક મચાવનાર 7 કિન્નરોની ધરપકડ

Ahmedabad News : અમદાવાદ જેવા મોટા શહેરોમાં કિન્નરોનો આતંક વધી રહ્યો છે. બુધવાર

અમદાવાદ : ખોખરાની સોસાયટીમાં ઘુસીને આતંક મચાવનાર 7 કિન્નરોની ધરપકડ

Ahmedabad News : અમદાવાદ જેવા મોટા શહેરોમાં કિન્નરોનો આતંક વધી રહ્યો છે. બુધવારે 27મી નવેમ્બરે ખોખરા વિસ્તારમાં આવેલા રાધે બંગ્લોઝમાં પચાસથી વધુ કિન્નરોનું ટોળું બળજબરીપૂર્વક સોસાયટીમાં ઘૂસી આવ્યું હતું, અને બક્ષિસના નામે પૈસાની ઉઘરાણી માટે જબરદસ્તી કરવા લાગ્યા હતા. જેનો સ્થાનિક રહીશોએ વિરોધ કરતા કિન્નરો બળજબરી કરી મારામારી પર ઉતરી આવ્યા હતા. આ મામલે પોલીસે કાર્યવાહી કરતા મોના માસી ઉર્ફે હિરાલાલ પરમાર સહિત સાત કિન્નરની ધરપકડ કરી છે.

સોસાયટીમાં પચાસથી વધુ કિન્નરોનું ટોળું બળજબરીપૂર્વક ઘુસ્યું

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા રાધે બંગ્લોઝમાં પચાસથી વધુ કિન્નરોનું ટોળું બળજબરીપૂર્વક સોસાયટીમાં ઘૂસી આવ્યું હતું, અને બક્ષિસના નામે પૈસાની ઉઘરાણી માટે જબરદસ્તી કરવા લાગ્યા હતા. સોસાયટીના રહીશો દ્વારા ઇચ્છા અનુસાર આપેલી બક્ષિસનો અસ્વીકાર કરી વધુ રૂપિયાની માંગણી કરી હતી,  જેનો સ્થાનિક રહીશોએ વિરોધ કરતા કિન્નરો બળજબરી કરી મારામારી પર ઉતરી આવ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. 

સોસાયટીના રહીશોએ ખોખરા પોલીસ સ્ટેશનમાં નોંધવી ફરિયાદ 

કિન્નરોએ દાદાગીરી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ કિન્નરોની વારંવારની દાદાગીરીથી કંટાળી સોસાયટીના રહીશોનું ટોળું ખોખરા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી હતી. લોકોએ માગ કરી હતી કે,  પોલીસ તેમની સામે કડક અને દાખલારૂપ કાર્યવાહી કરે. જેથી આ પ્રકારની ઘટના બીજા કોઈ સાથે ન બને અને ભવિષ્યમાં અન્ય લોકો હેરાન ન થાય. 

આ સમાચાર શેર કરો