બોટાદની ૧૧ જિનિંગ એકમોમાંથી રૂ.૬.૬૫ કરોડની કિંમતની રૂની ગાંસડીઓની સાત વેપારીઓએ ખરીદી કરી હ
પ્રકાશિત : •છેલ્લું અપડેટ : •2 મિનિટ વાંચન સમય
બોટાદની ૧૧ જિનિંગ એકમોમાંથી રૂ.૬.૬૫ કરોડની કિંમતની રૂની ગાંસડીઓની સાત વેપારીઓએ ખરીદી કરી હતી. રૂ ની ગાસડીની ખરીદી કર્યા બાદ સિદ્ધનાથ કોટક્સ પ્રા.લિ.એ ઉઠમણું કર્યું હતું. બોટાદના જિનિંગ એકમના માલિકે કંપનીના રાજકોટ સ્થિત સાત સંચાલકો વિરુદ્ધ બોટાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ઉઠામણા બાદ સંખ્યાબંધ જિનિંગ એકમોના રૂપિયા સલવાયા છે.
બોટાદમાં આવેલ પાળીયાદ રોડ પાર રહેતા અને હાડદડ ત્રિકોણી ખોડિયાર મંદિરની બાજુમાં બંસીધર જિનિંગ એન્ડ ઓઇલ મિલ ચલાવતા હિમ્મતભાઈ ખીમજીભાઈ માથાસોલીયાએ પાળીયાદ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે,દર્શનભાઈ રમણીકભાઇ ભાલાળા,વિરેન્દ્રભાઈ સુરેશભાઈ લુણાગરિયા, સુરેશભાઈ ગોવિંદભાઇ લુણાગરિયા, રમણીકભાઇ ચકુભાઇ ભાલાળા, જગદીશભાઈ ગોરધંદાસ ડોબરીયા,જતીનભાઈ મગનભાઈ સોરઠીયા અને તુષારભાઈ ગજેરા ( રહે.તમામ રાજકોટ ) તમામ વેપારીઓએ દલાલ ભરતભાઈ વનમાલિભાઇ ( રહે.લાઠીદડ તા.બોટાદ ) મારફત પોતાની સાથે તેમજ અન્ય જિનિંગના માલિકો સાથે વિશ્વાસ કેળવીને ગાંસડીઓની ખરીદી કરી હતી.
કઈ જીનિંગ કંપનીના કેટલા નાણાં બાકી
બંસીધર જિનિંગ એન્ડ ઓઇલ મિલ રૂ.૮૦,૦૩૧૧૫કૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ હડદડ - રૂ. ૮૧,૪૬,૦૦૦નેક્સસ ટેક્સ યાર્ન બોટાદ રૂ. ૫૫,૨૩,૨૧૦ઈશ્વરલાલ તુલસીદાસ જિનિંગ,પ્રેસ હડદડ રૂ.૫૪,૭૦,૧૨૩, અવધ કોટન ઇન્ડસ્ટ્રીઝ, શિરવાણીયા રૂ.૨૭,૭૭,૬૮૭ રાજકોટ ફાઈબર, શિરવાણીયા રૂ.૨૬,૮૬,૯૨૫ શ્રી હરિ કોટક્સ હડદડ રૂ.૨૬,૪૬,૯૪૦,રામ કોટક્સ સમઢીયાળા રૂ.૧,૧૫,૦૫,૩૬૮, ઉજળા કોટક્સ લાઠીદડ રૂ.૮૩,૦૮,૮૫૮, લાણિયા કોટન સેંઠાલી રૂ.૨૭,૯૬,૯૯૬, નીલકંઠ ઇન્ડસ્ટ્રીઝ લાઠીદડ રૂ.૮૦,૦૪,૭૮૫
શરૂઆતમાં ખરીદ કરેલી ગાંસડીઓની રકમ વાયદા મુજબ ચૂકવી દીધી હતી. આ વેપારીઓ ઉપર ભરોસો મૂકી તેમને તથા અન્ય ૧૦ જિનિંગ કંપનીઓના માલિકોએ કુલ રૂ.૬,૬૫,૪૩,૮૧૩ ની કિંમતનો માલ આપ્યા બાદ બાકી રહેલા નાણાંની ઉઘરાણી પણ કરવામાં આવી હતી.
વેપારીઓએ મોબાઈલ જ બંધ કરી દીધા
વેપારીઓએ અચાનક મોબાઈલ જ બંધ કરી દીધા હતા, એટલું જ નહીં આ રાજકોટના વેપારીઓએ સિદ્ધનાથ કોટક્સ પ્રા.લિ જે ચોટીલામાં હતું તેને તાળા પણ મારી દીધા હતા. બોટાદ વિસ્તારની ૧૦ જિનિંગ કંપનીઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. પાળીયાદ પોલીસે રાજકોટના સાત વેપારીઓ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.