મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અરવલ્લી જિલ્લાની 7 સ્કૂલો થશે બંધ, સરકારી શાળાઓને કાયમી ખંભાતી તાળા મારી દેવાશે

રાજ્યમાં છેલ્લા કેટલાય વર્ષોથી સરકારી શાળા, કોલેજ કે યુનિવર્સિટી ગુજરાત સરકાર શરૂ કરી શકતી નથી,તેવી વિરોધ પક્ષ

અરવલ્લી જિલ્લાની 7 સ્કૂલો થશે બંધ, સરકારી શાળાઓને કાયમી ખંભાતી તાળા મારી દેવાશે

રાજ્યમાં છેલ્લા કેટલાય વર્ષોથી સરકારી શાળા, કોલેજ કે યુનિવર્સિટી ગુજરાત સરકાર શરૂ કરી શકતી નથી,તેવી વિરોધ પક્ષની કાયમી ફરિયાદ રહી છે. બાળકોને પાયાનું શિક્ષણ ફરજિયતા મળી રહે તે માટે સરકારની જ રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદો લાવવામાં આવ્યો હતો, અને મુંબઈ પ્રાથમિક શાળા નિયમો 1949ના નિયમ 32 હેઠળ ઓછોમાં ઓછા 10 વિદ્યાર્થી હોય ત્યાં પ્રાથમિક શાળાઓ નિભાવવાની જોગવાઈ લાગુ પડાઈ હતી.

કઈ કઈ શાળા બંધ અને વર્ગો બંધ

શાળાનું નામ તાલુકો આદેશ નોંધ
કરસનપુરાકંપા મોડાસા શાળા બંધ
સાકરીયાકંપા મોડાસા શાળા બંધ
મુન્શીવાડા મોડાસા ધો.1થી5 બંધ( ધો6થી 8 ચાલુ)
પિપલાણા માલપુર શાળા બંધ
હમીરપુરા ધનસુરા ધો.6 અને7 બંધ
મોતીપુરા ભિલોડા શાળા બંધ
માળકંપા મેઘરજ શાળા બંધ
બાદરપુરા બાયડ શાળા બંધ
વટવટીયા બાયડ શાળા બંધ

ગુજરાતના શિક્ષણ વિભાગના 26-10-2020ના ઠરાવ હેઠળ ધોરણ 6,7,8માં 20 કરતાં ઓછા વિદ્યાર્થીઓ હોય તેવી શાળાઓના વર્ગોને બંધ કરવાની પણ જોગવાઈ કરાઈ હતી. ત્યારે આ અલગ અલગ જોગવાઈઓ પ્રાથમિક શિક્ષણ સેટઅપ રજિસ્ટાર 2023-24 હેઠળ અરવલ્લી જિલ્લામાં 10 કે તેથી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓ બંધ કરવા અને બે શાળામાં કેટલાક વર્ગો બંધ કરવા જિલ્લા શિક્ષણ સમિતિએ નિર્ણય કર્યો છે. 

શિક્ષકોને અન્ય શાળામાં બદલાશે

જિલ્લામાં 7 શાળાઓ કાયમી ધોરણે બંધ થશે અને બે શાળાઓના 7 વર્ગો બંધ કરવામાં આવશે. આ શાળાઓમાં અભ્યાસ કરતા 75 બાળકોને નવી શાળામાં જવાનો વારો આવશે.  જ્યારે બંધ થનાર શાળાના શિક્ષકોને જ્યાં ઘટ  હોય તેવી શાળાઓમાં સેવા આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.

અરવલ્લી જિલ્લાની 7 પ્રાથમિક શાળાઓને તાળાં

રાજ્યમાં સ્કીલ ઈન્ડિયા, ભણશે ગુજરાત અંતર્ગત આધુનિક શિક્ષણની વાતો ચાલે છે, તે વચ્ચે અરવલ્લી જિલ્લામાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. અરવલ્લી જિલ્લાની 7 પ્રાથમિક શાળાઓને ખંભાતી તાળાં લાગશે. DPEOની મુંબઇ પ્રાથમિક શિક્ષણ નિયમો હેઠળ 20થી ઓછા વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી શાળા બંધ કરવામા આવી છે.

બે શાળામાં 1થી5ના વર્ગો થશે બંધ

ભિલોડાના મોતીપુરા અને મેઘરજની માળ કંપાની પ્રાથમિક શાળા બંધ થશે. મોડાસાના સાકરીયા કંપા, કરશનપુરા કંપા, મુન્શીવાડાની શાળાના ધો 1થી 5 વર્ગ બંધ થશે.

એક વિદ્યાર્થી સામે બે શિક્ષકો આપતા હતા શિક્ષણ

રાજ્યના બાયડ તાલુકાના બાદરપુરા,વટવટીયાની શાળાઓ બંધ થશે. માલપુરના પીપલાણા અને ધનસુરાની હમીરપુર 6 થી 7 શાળા બંધ થશે.જોકે મોડાસા તાલુકાના મુન્શીવાડા શાળામાં 1થી 5 ધોરણમાં માત્ર એક વિદ્યાર્થી સામે બે શિક્ષકો જ શિક્ષણ આપતા હતા.  ઉલ્લેખનીય છે કે ઓછા વિદ્યાર્થીઓના કારણે શાળા બંધ કરવાથી બાળકોના શિક્ષણ ઉપર સીધી અસર પહોચશે.

આ સમાચાર શેર કરો