મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાટણની સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન ડૂબી જતા 4 લોકોના મોત

7 people drowned in Saraswati river Patan | Patan News : પાટણની સરસ્વતી નદીમાં મોટી દુર્ઘટના ઘટી છે, જેમાં સાત લોકો ડૂબ્યા છે. ગણેશ વિસર્જન દરમિયાન 7 લોકો સર

પાટણની સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન ડૂબી જતા 4 લોકોના મોત

Patan News : પાટણની સરસ્વતી નદીમાં મોટી દુર્ઘટના ઘટી છે, જેમાં સાત લોકો ડૂબ્યા છે. ગણેશ વિસર્જન દરમિયાન 7 લોકો સરસ્વતી નદીમાં ડૂબ્યાં હતા જેમાંથી 3 લોકોને બચાવી લેવામાં આવ્યાં છે, 4 લોકોના મોત થયાના સમાચાર છે.

ઘટનાની જાણ થતા ફાયર વિભાગ, એમ્બ્યલન્સ, પોલીસ SDM, મામલતદાર તેમજ ધારાસભ્ય કિરીટ પટેલ ઘટનાસ્થળે પહોંચ્યા છે. 

સરસ્વતી નદીમાં મેલડી માતાના મંદિર નજીક આ દુર્ઘટના ઘટી છે.  ગણેશ વિસર્જન દરમ્યાન ગોઝારી ઘટનામાં સરસ્વતી નદીમાં એકજ પરિવારના ચાર સભ્યો ડૂબી જતાં તેમના મોત થયા છે. ચારેય ચાર કલાકની મહેનત બાદ હાથ મૃતદેહએ બહાર કાઢવામાં આવ્યા છે. મૃતકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. ચારેય મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. 

બચાવાયેલા ત્રણ લોકોને સારવાર અર્થે જનતા હોસ્પિટલમાં ખસેડાયા છે. જે લોકો ડૂબ્યા છે તેમાં  એક મહિલા તેમજ બે બાળકોનો સમાવેશ થાય છે. આ તમામ લોકો પાટણ શહેરની  સાકુંતલ ગ્રીન સીટી સોસાયટીના ભક્તો હોવાનું જાણવા મળ્યું છે. 

મૃતદેહ મળ્યા  : જીમિત નીતીશભાઈ (21), શીતલબેન નિતેશકુમાર (36),  દક્ષ નિતેશ પ્રજાપતિ (22), નયન રમેશભાઈ પ્રજાપતિ

બચાવાયા :  મેહુલ પંડિત (22), બંટી પંડિત (28)

આ સમાચાર શેર કરો