મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ : મુંબઈની ત્રણ પેઢીઓએ વિશ્વાસઘાત કરતા એક સાથે સોની પરિવારના નવ લોકોએ ઝેર પી લીધું, અરેરાટી

રાજકોટમાં સોની પરિવારના નવ લોકોએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. મુંબઇની પેઢી સાથે કરોડો

રાજકોટ : મુંબઈની ત્રણ પેઢીઓએ વિશ્વાસઘાત કરતા એક સાથે સોની પરિવારના નવ લોકોએ ઝેર પી લીધું, અરેરાટી

રાજકોટમાં સોની પરિવારના નવ લોકોએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. મુંબઇની પેઢી સાથે કરોડોની લેતી દેતી થઇ હતી. મુંબઇની 3 પેઢીઓ દ્વારા સોની વેપારીના દાગીનાને લઇને પૈસા કે સોનાનું પેમેન્ટ ન કરતા પરિવારે આપઘાત માટે ઝેરી દવા પીધી હતી. 

એક સાથે સાત લોકોએ કર્યો આપઘાતનો પ્રયાસ

રાજકોટના ગુંદાવાડી વિસ્તારમાં સોની પરિવારના નવ લોકોએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઝેરી દવાની અસર થતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મુંબઇની 3 પેઢીઓ દ્વારા સોની વેપારીના દાગીના લઇને પૈસા કે સોનાનું પેમેન્ટ કરવામાં ના આવતા પરિવારે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બેન્કમાંથી સોની પરિવારે લોન લીધી હતી અને બેન્કવાળા પણ વારંવાર પેમેન્ટ કરવા માટે હેરાન કરતા હોવાનો આરોપ લાગ્યો છે.

આ સમાચાર શેર કરો