1 જુલાઈ 2024થી મોંઘવારી ભથ્થાના દરમાં 7 ટકાનો વધારો, કર્મચારીઓ અને પેન્શનરોને મળશે લાભ
ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) નિયમો- ૨૦૦૯ હેઠળના પગારધોરણો મુજબના પગાર ઉપર મોંઘવારી ભથ્થા

ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) નિયમો- ૨૦૦૯ હેઠળના પગારધોરણો મુજબના પગાર ઉપર મોંઘવારી ભથ્થાના દરોમાં વધારો કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારના અને પંચાયતના કર્મચારીઓને તા.૦૧/૦૧/૨૦૧૬ ની અસરથી ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) નિયમો-૨૦૧૬ લાગુ પાડવામાં આવતાં નવા પગાર ધોરણો ઉપર તા.૦૧/૦૧/૨૦૧૬ થી મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના નવા દરો અને તે દરોમાં વખતોવખત વધારો મંજૂર કરવામાં આવ્યો છે.
પરંતુ જે અધિકારી/કર્મચારીઓને ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) નિયમો-૨૦૧૬ અનુસારના પગારધોરણો લાગુ પાડવામાં આવેલ નથી અને ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) નિયમો-૨૦૦૯ હેઠળના પગાર ધોરણમાં પગાર મેળવે છે તેવા કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થાના પ્રવર્તમાન દરોમાં તા.૦૧/૦૭/૨૦૨૪ થી સુધારણા કરવા અંગેની બાબત સરકારની વિચારણા હેઠળ હતી.






