મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સૌરાષ્ટ્રમાં મેઘમહેર: ખંભાળિયામાં 4 કલાકમાં 7 ઈંચ વરસાદ, પોરબંદરમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા

સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ આજે ધમાકેદાર બેટિંગ કરી હતી. જેમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 4 કલાકમાં 7 ઈંચ વરસાદ ખાબક્

સૌરાષ્ટ્રમાં મેઘમહેર: ખંભાળિયામાં 4 કલાકમાં 7 ઈંચ વરસાદ, પોરબંદરમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા

સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ આજે ધમાકેદાર બેટિંગ કરી હતી. જેમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 4 કલાકમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના પગલે  માર્ગો પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. આ ઉપરાંત પોરબંદર અને ભાવનગરમાં પણ વરસાદ વરસ્યો હતો. 

પોરબંદરમાં ત્રણ કલાકમાં અઢી ઇંચ વરસાદ પડ્યો

પોરબંદર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સવારના ત્રણ કલાકમાં અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. જેને પગલે એમજીરોડ, છાયાચોકી રોડ સહિતના મુખ્ય રસ્તા પર પાણી ભરાયા હતા. એટલું જ નહી કેટલાક વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. પરિણામે લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા.

જૂનાગઢમાં વરસાદ વરસ્યો હતો. શહેરના કાળવા ચોક, મધુરમ, ટીંબાવાડી, મોતીબાગ, સાબલપુર ચોકડી, દોલતપરા જોશીપરા તેમજ અન્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો.  

આ જિલ્લામાં વરસાદની આગાહી

17મી જૂનના રોજ અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 

18મી જૂનના રોજ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદની શક્યતા છે.

19મી જૂનના રોજ ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે જ્યારે જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. 

આ સમાચાર શેર કરો