વડોદરા: SSG હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસના 7 બાળકો દાખલ, ત્રણના મોત
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ સતત માથું ઉંચકી રહ્યો છે. આ ઘાતક વાયરસ ધીમે ધીમે અલગ અલ

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ સતત માથું ઉંચકી રહ્યો છે. આ ઘાતક વાયરસ ધીમે ધીમે અલગ અલગ જિલ્લામાં આગળ વધી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે શંકાસ્પદ ચાંદિપુરાના વડોદરામાં 7 શંકાસ્પદ કેસો સામે આવ્યા છે. 7માંથી ત્રણ દર્દીઓના મોત નીપજ્યા છે. બે દર્દીઓ SSGના ICUમાં સારવાર હેઠળ છે.
7 બાળકોના સેમ્પલ પુણેની લેબમાં ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા
7 બાળકોના સેમ્પલ પુણેની લેબમાં ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. આ દર્દીઓમાં એકથી છ વર્ષના બાળકોનો સમાવેશ કરવામાં આવે છે. રાજ્યના પંચમહાલ, ગોધરા અને છોટાઉદેપુરના બાળકોને વડોદરાની SSGમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ દાખલ થયેલા બાળકોની સારવાર ચાલી રહી છે.




