મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દ્રારકામાં શિવલિંગ ચોરી મામલે 7ની ધરપકડ, ચોરીનું કારણ જાણી પોલીસ પણ ચોંકી ઉઠી

દ્વારકા જિલ્લાના હર્ષદ વિસ્તારમાંથી મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ચોરી થવાને મામલે પોલીસ દ્વારા 24 કલાકમાં જ કુલ 7

દ્રારકામાં શિવલિંગ ચોરી મામલે 7ની ધરપકડ, ચોરીનું કારણ જાણી પોલીસ પણ ચોંકી ઉઠી

દ્વારકા જિલ્લાના હર્ષદ વિસ્તારમાંથી મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ચોરી થવાને મામલે પોલીસ દ્વારા 24 કલાકમાં જ કુલ 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. બે દિવસ પહેલા હરસિધ્ધિ પાસે આવેલ ભીડભંજન મહાદેવ મંદિરમાંથી કોઈ અજાણ્યા ઈસમો શિવલિંગ ચોરી ગયા હતા. મહાશિવરાત્રીના એક દિવસ પહેલા મહાદેવના મંદિરમાં શિવલિંગ ચોરી થવાથી ભક્તો તેમજ લોકોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી હતી.

મામલાની ગંભીરતા જોઈ દ્વારકા જિલ્લા SP તેમજ તમામ પોલીસ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં 24 કલાકમાં જ સાત જેટલા આરોપીઓને હિંમતનગર તાલુકામાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીની ભત્રીજીને સપનું આવ્યું હતું કે ભીડભંજન મહાદેવ મંદિરનું શિવલિંગ ઘરે લાવીને સ્થાપના કરશે તો પ્રગતિ થશે. જેથી તમામ સાત આરોપીઓએ સાથે મળીને ગુનાહિત કૃત્ય આચર્યું હતું. ચોરી પાછળનો હેતુ જાણી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

આ સપનાની જાણ થતા આરોપીઓ વનરાજ, મનોજ, મહેન્દ્ર, જગત અને અન્ય 3 મહિલાએ મળીને કાવતરું રચ્યું હતું. આરોપીઓ હર્ષદના દરિયાકાંઠે રોકાઇને રેકી કરી હતી. ત્યારબાદ ભીડભંજન મહાદેવના શિવલિંગને હિંમતનગર જિલ્લામાં આવેલા વતનમાં લઇ જઇ પોતાના ઘરે સ્થાપના કરી હતી. દ્વારકા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા તમામ 4 પુરુષ તેમજ 3 મહિલા આરોપીઓને તેમના ઘરેથી ચોરેલી શિવલિંગની સ્થાપના કરેલી હાલતમાં પકડી પાડ્યા છે. આ સાથે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો