મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં સાડી-ડ્રેસના કેટલોગ કરવા આપેલા 6.89 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપીને કોર્ટે ફટકારી 1 વર્ષની સજા

સુરતમાં ચેક રીર્ટનના કેસનો વધારો થઈ રહ્યો છે. ત્યારે મોડેલના સાડી તથા ડ્રેસના ફોટોગ્રાફસ તથા કેટલોગ

સુરતમાં સાડી-ડ્રેસના કેટલોગ કરવા આપેલા 6.89 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપીને કોર્ટે ફટકારી 1 વર્ષની સજા

સુરતમાં ચેક રીર્ટનના કેસનો વધારો થઈ રહ્યો છે. ત્યારે મોડેલના સાડી તથા ડ્રેસના ફોટોગ્રાફસ તથા કેટલોગ પ્રિન્ટ કરવા આપેલા 6.89 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપીને 1 વર્ષની જેલની સજા તથા ચેકની રકમ ચૂકવી આપવા કોર્ટે હુકમ ફરમાવ્યો છે. આરોપી જો 30 દિવસમાં ફરિયાદીને નાણા ન ચૂકવે તો 90 દિવસની જેલની સજાનો પણ કોર્ટે હુકમ ફરમાવ્યો છે.

કેસની વિગત એવી છે કે, ફરિયાદી અનિલ અગોલાનો સંપર્ક 2016માં આરોપી મેહફૂઝ રહેમાન અતિકુર રહેમાન એલ્વનાએ કર્યો હતો. બાદમાં કેટલોગ પ્રિન્ટ કરી આપ્યા હતાં. આ વહેવારમાં 6.95 લાખની રકમ આરોપીએ ફરિયાદીને ચૂકવવાની બાકી નીકળતી હતી. આ રકમનો ચેક પાસ થવાનો વિશ્વાસ અપાવ્યો હતો. પરંતુ ચેક પાસ થાય તેટલી રકમ આરોપીના ખાતામાં ન હોવાથી રીટર્ન થયો હતો.

ફરિયાદીએ વકીલ નરેશ ગોહિલ મારફતે કોર્ટમાં દલીલો કરી હતી. જેથી એડીશ્નલ ચીફ જ્યુડી. મેજી. ટી.એન.ખંધડીયાએ આરોપીને 6.89 લાખ 30 દિવસમાં વળતર તરીકે ફરિયાદીને ચૂકવી આપવા હુકમ કર્યો હતો. 30 દિવસમાં ફરિયાદીને નાણા ન ચૂકવવામાં આવે તો 90 દિવસની જેલની સજાનું ફરમાન કર્યું છે.

આ સમાચાર શેર કરો