બોટાદ: લીંબોડામાં યુવકને માર મારી 6 શખ્સો દોઢ લાખની લૂંટ ચલાવી ફરાર
બોટાદના લીંબોડા ગામમાં લૂંટની ઘટના બની છે. જ્યાં એક વ્યક્તિને માર મારી દોઢ લાખ રૂપિયાની લૂંટ ચલાવી લૂંટારૂઓ ફરા

બોટાદના લીંબોડા ગામમાં લૂંટની ઘટના બની છે. જ્યાં એક વ્યક્તિને માર મારી દોઢ લાખ રૂપિયાની લૂંટ ચલાવી લૂંટારૂઓ ફરાર થઈ ગયા છે. પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે બોટાદ જિલ્લાના લીંબોડા ગામનો વ્યક્તિ ગત 14 નવેમ્બરના રોજ રાત્રે રૂપિયા લઈને પોતાના ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન છ જેટલા શખ્સ મોઢે કપડું બાંધીને આવ્યા હતા. સુરેશભાઈ ધરજીયાને માર મારી તેમની પાસે રહેલા દોઢ લાખ રૂપિયા લૂંટી રફુચક્કર થઈ ગયા હતા.
પોલીસે તપાસ હાથ ધરી
આ દરમિયાન ગંભીર ઈજાઓ પહોંચતા ભોગ બનનારને સારવાર માટે બોટાદની સબીહા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ પોલીસને આ બનાવની જાણ થતા સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. લૂંટારૂઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.






