મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં ગત મધરાત્રિથી સવાર સુધી 6 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અને રેડ એલર્ટ વચ્ચે અનેક જિલ્લાઓમાં મેહુલિયો મનમૂકીને વરસી રહ્યો છે ત્યારે ગ

VIDEO: અમદાવાદમાં ગત મધરાત્રિથી સવાર સુધી 6 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અને રેડ એલર્ટ વચ્ચે અનેક જિલ્લાઓમાં મેહુલિયો મનમૂકીને વરસી રહ્યો છે ત્યારે ગત રાત્રિએ અમદાવાદમાં પણ વરસાદે ધબધબાટી બોલાવી હતી. અત્યાર સુધીના લેટેસ્ટ આંકડાની વાત કરીએ અમદાવાદમાં મોડી રાતે લગભગ દરેક વિસ્તારમાં સરેરાશ 6 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. 

ક્યાં કેટલો વરસાદ નોંધાયો? 

માહિતી અનુસાર અમદાવાદના નરોડા વિસ્તારમાં ફરી એકવાર વરસાદે બેફામ વરસતાં મોડી રાતે લગભગ 6 ઈંચ જેટલો ખાબક્યો હતો. જોકે આવી જ સ્થિતિ મણિનગરમાં પણ જોવા મળી. ડ્રેનેજ વ્યવસ્થા બંધ હોવાને કારણે રોડ ઉપર ઘૂંટણ સમા પાણી ભરાઈ જતાં સ્થાનિક રહેવાશીએ મોડી રાતે ફરિયાદો કરવી પડી હતી. 

આ સમાચાર શેર કરો