VIDEO: સુરતના બસ અકસ્માતમાં 6 મૃતકોની ઓળખ થઈ, એકની હજુ બાકી
સુરત જિલ્લાના બારડોલી નજીક ઉવા-માણેકપોર ગામ વચ્ચે થયેલા બસ અકસ્માતમાં મૃત્યુ પામેલા 7 લોકોમાંથી 6


સુરત જિલ્લાના બારડોલી નજીક ઉવા-માણેકપોર ગામ વચ્ચે થયેલા બસ અકસ્માતમાં મૃત્યુ પામેલા 7 લોકોમાંથી 6 મૃતકોની ઓળખ થઈ ગઈ છે, જ્યારે એક મૃતકની ઓળખ હજુ બાકી છે. તમામ મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
મૃતકોમાં મહારાષ્ટ્રના ત્રણ મહિલા અને ત્રણ પુરુષનો સમાવેશ થાય છે. અકસ્માત બાદ ગુજરાત એસટી બસ પલટી મારી જતાં તેમાં આગ લાગી હતી, જેના કારણે મૃતકોની ઓળખ કરવી મુશ્કેલ બની હતી. એફએસએલની ટીમ ઘટનાસ્થળે તપાસ કરી રહી છે. સુરત સિવિલ હોસ્પિટલમાં સંબંધીઓના ડીએનએ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ બાકીના મૃતકની ઓળખ પણ જાહેર કરવામાં આવશે.




