મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ખંભાતમાંથી 50 કરોડથી વધુની કિંમતનો 500 કિલો ડ્રગ્સનો પાવડર ઝડપાયો

ગુજરાત એટીએસ દ્વારા આણંદ જિલ્લાના ખંભાતમાં ફેક્ટરીમાં દરોડા પાડી 107 કરોડની કિંમતનો અલ્પ્રાઝોલમ ટેબ્લેટ

ખંભાતમાંથી 50 કરોડથી વધુની કિંમતનો 500 કિલો ડ્રગ્સનો પાવડર ઝડપાયો

ગુજરાત એટીએસ દ્વારા આણંદ જિલ્લાના ખંભાતમાં ફેક્ટરીમાં દરોડા પાડી 107 કરોડની કિંમતનો અલ્પ્રાઝોલમ ટેબ્લેટ બનાવવાનાં પાવડરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જે મામલે આરોપીઓની તપાસમા મોટો ખુલાસો થયો છે. આ કેસમાં એટીએસએ ફેક્ટરીમાંથી 5 આરોપી અને એક રિસીવર સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરી હતી. જે આરોપીઓની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે.

ઝડપાયેલા આરોપી રણજીત ડાભીએ ટ્રામાડોલ ટેબ્લેટનો પાઉડરનો મોટો જથ્થો ધોળકામાં સંતાડી રાખ્યો હતો. ધોળકાના દેવમ ઈન્ડ્રસ્ટ્રીઝમાં 8 મહિનાથી વેર હાઉસ ભાડે રાખ્યું હતું. જેમાં એટીએસ દ્વારા દરોડા પાડવામાં આવતા વેર હાઉસમાંથી 40 થી 50 કરોડની કિંમતનો 500 કિલો જેટલો ટ્રામાડોલ ટેબ્લેટના પાઉડરનો જથ્થો મળી આવ્યો છે.

આ પણ વાંચો : તાપી SOG પોલીસે વિસ્ફોટક પદાર્થ સાથે નિઝરથી 4 વ્યક્તિઓની કરી ધરપકડ

સામાન્ય રીતે આ પ્રકારનો ટ્રામાડોલનો પાઉડર આફ્રિકન દેશમાં મોકલવામાં આવતો હોય છે અને તેનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો કરતા હોય છે. તેવામાં આ કેસમાં એટીએસની ટીમે વેર હાઉસ મોટી સંખ્યામાં પેકેજિંગ ફોઈલ અને પેકિંગ બોક્સ પણ મળી આવ્યા છે. આ આરોપી ટ્રામાડોલનો જથ્થો બ્લેક માર્કેટમાં વેચવાનો હતો. જેથી રણજીત ડાભી આ ટ્રામાડોલનો જથ્થો કોને આપવાનો હતો, આ જથ્થો કોને બનાવ્યો અને અગાઉ ટ્રામાડોલનો જથ્થો મોકલવામાં આવ્યો છે કે નહીં તેની તપાસ શરૂ કરાઈ છે. 

આ સમાચાર શેર કરો